મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (16:13 IST)

અંકલેશ્વરમાં મસાજ પાર્લરમાં કામ કરતી અનાથ યુવતી નોકરીનાં ચકકરમાં દેહવેપારમાં ફસાઈ

massage parlor
માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ નોકરીની શોધમાં ફરી રહેલી હરીયાણાની યુવતીને એક મહિલા નોકરીની લાલચ આપી અંકલેશ્વરમાં લઇ આવી હતી અને અંકલેશ્વરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારના ધંધામાં ધકેલી દીધી હતી. જોકે, યુવતીને તક મળતા ટિકીટ વિના ટ્રેનમાં બેસી વડોદરા આવી પહોંચેલી યુવતીની મદદે અભયમ આવી તેણીને વતન મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, હરિયાણાની 24 વર્ષીય જસપ્રિતે (નામ બદલ્યું છે) માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેણે હરિયાણામાં નોકરી માટે પ્રયાસો કર્યા હતા પરંતુ, જસપ્રિતને સારી નોકરી મળી ન હતી. નોકરીની શોધમાં તેને એક મહિલાનો સંપર્ક થયો હતો. મહિલાએ તેને સારી નોકરી આપવાની લાલચ આપી અંકલેશ્વર લઇ આવી હતી.પારુલને અંકલેશ્વરમાં લાવ્યા બાદ એક મસાજ પાર્લરમાં નોકરી અપાવી હતી. મસાજ પાર્લરના સંચાલકો દ્વારા મસાજ પાર્લરમાં મસાજ કરાવવા આવતા પુરૂષ ગ્રાહકોની મસાજ કરવા સાથે શારીરીક સબંધો બાંધવા મજબૂર કરતા હતા. મજબૂરીમાં જસપ્રિતને મસાજ કરાવવા માટે આવતા પુરૂષો સાથે શારીરીક સબંધો પણ રાખવાની ફરજ પડતી હતી પરંતુ, જસપ્રિતને પરપુરૂષો સાથે શારીરીક સબંધ બાંધવા પસંદ ન હતું અને પૈસા માટે પોતાની જાતને વેચવી પણ પસંદ ન હતું અને મસાજ પાર્લરમાં ચાલતું દેહવેપારનું કામ પસંદ ન હતું. જસપ્રિત મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપાર કરાવતા મસાજ પાર્લરના સંચાલકોની ચુંગાલમાંથી છૂટવા માગતી હતી પરંતુ, અંકલેશ્વર નગરથી અપરિચીત જસપ્રિત માટે મસાજ પાર્લરમાં મસાજ કરાવવા આવતા પુરૂષો સાથે શારીરીક સબંધ રાખવા સિવાય બીજો કોઇ વિકલ્પ ન હતો. પરંતુ, તેને અંકલેશ્વરના રેલવે સ્ટેશન પાસેની માહિતી મેળવી અને તક મળતા ટિકીટ વગર વડોદરા તરફ આવતી ટ્રેનમાં બેસી ગઇ હતી. વડોદરા આવી પહોંચેલી ટ્રેનમાંથી જસપ્રિત ઉતરતા તેણે ટિકીટ ચેકર દ્વારા વગર ટિકીટે મુસાફરી કરવાના ગુનામાં પકડી હતી.

જસપ્રિતે ટિકીટ ચેકરને પોતાની આપવિતી જણાવતા ટિકીટ ચેકરને જસપ્રિતની વાત ઉપર વિશ્વાસ બેઠો હતો અને તેને મદદરૂપ થવાનો વિચાર કરી 181 અભયમને જાણ કરી હતી. ટિકીટ ચેકરનો મેસેજ મળતા જ બાપોદ પોલીસની અભયમ રેસ્ક્યુ ટીમ રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગઇ હતી અને જસપ્રિતનો કબ્જો લઇ પોલીસ મથકમાં લઇ આવી હતી. જ્યાં તેણે અભયમ ટીમને ચોંકાવનારી હકીકત જણાવી હતી. મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારના ધંધાની ચુંગાલમાંથી બચીને આવેલી જસપ્રિત ગભરાયેલી હતી પરંતુ, અભયમ દ્વારા જસપ્રિતને હિંમત અને આશ્વાશન આપી સુરક્ષિત હોવાની ખાતરી આપી હતી. ડર રાખવાની જરુર નથી તેમ જણાવી જસપ્રિત પાસે માહિતી મેળવી હતી. તમામ માહિતી અભયમે મેળવ્યા બાદ જસપ્રિતની ઇચ્છા મુજબ તેને વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. જસપ્રિતને કોઇ કાર્યવાહી કરવી ન હોવાથી અભયમ ટીમે તેને ઓ.એ.સી.માં આશ્રય મોકલી આપી છે.