શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (12:58 IST)

ગુજરાતમાં ફરીવાર ગ્રિષ્મા જેવો બનાવ, માતરમાં કિશોરીનું ગળુ કાપ્યા બાદ પણ હાથે છરીના ઘા માર્યા

murder cirme
ખેડા જિલ્લાના માતરમાંથી જાહેરમાં હત્યા કરાઇ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. માતરના ત્રાજ ગામમાં મંદિરેથી દર્શન કરી પરત ઘરે જઈ રહેલી કિશોરી પર ગામના જ આધેડે છરીના ઘા ઝીંકી ગળુ કાપી નાખ્યું છે. જેમાં સારવાર મળે તે પહેલાં જ કિશોરી મોતને ભેટી છે. ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને હત્યારા શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ હત્યારાને જાહેરમાં સજા થાય તેવી માંગ કરી છે.

આ સમગ્ર હત્યા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ સમગ્ર ઘટના મામલે તપાસ ચલાવી રહી છે.બુધવારની સમી સાંજે ગામમાં મંદિરેથી બહેનપણીઓ સાથે 16 વર્ષીય કૃપા દર્શન કરી પરત ઘરે આવી રહી હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે આવેલી કોલ્ડ્રિંક્સની દુકાને ઠંડુ પીણું ખરીદવા ગઈ હતી. આ સમયે એકાએક ગામના 46 વર્ષીય રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલે કોઈ કારણોસર કૃપાને કોઈ ધારદાર હથિયાર વડે ગળુ કાપી નાખ્યું હતું. આટલેથી ન અટકતા શખ્સે હાથે છરીના ઘા માર્યા હતા લોહીથી લથપથ કિશોરી ગંભીર રીતે ઘવાઈ હતી. દુકાન પાસે જ લોહીના ખાબોચિયા ભરાયા હતા. ઘટના બાદ આસપાસના લોકોએ હત્યારા રાજુને ઝડપી પાડી માતર પોલીસના હવાલે કર્યો છે. બીજી બાજુ કૃપા પટેલને સારવાર અર્થે ખેડા ખાતેની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.બનાવના પગલે ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ વડાનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. માતર પોલીસે ફરિયાદના આધારે રાજુ નામના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ શખ્સે કયા કારણોસર હત્યા કરી છે તે કારણ અકબંધ છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી રહી છે. બીજી બાજુ હત્યારા શખ્સને જાહેરમાં સજા થાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે.