શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 9 જુલાઈ 2022 (12:23 IST)

ફેમસ ડોક્ટર પર લાગ્યો અડધી ઉંમરની ઇંટર્ન સાથે બળાત્કારનો આરોપ, ઓફિસમાં કરતો હતો ગંદી હરકત

rape case gujarat
ગુજરાતના ખેડામાં એક મહિલાએ અજય વાલા પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. ડોક્ટર પર તેની કરતાં અડધી ઉંમરની છોકરી પર ઘણી વખત બળાત્કાર કરવાનો આરોપ છે. આ જાણીને ખેડા જિલ્લાના અન્ય તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ડૉ. અજય વાલા, 52, ડાકોર ઉપ-જિલ્લા હોસ્પિટલના અધિક્ષક છે. ફરિયાદી હોસ્પિટલમાં એપ્રેંટિસ ડોક્ટર છે. યુવતીએ ડાકોર પોલીસમાં કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ડોક્ટર તેને સરકારી નોકરી અને લગ્નનું વચન આપી રહ્યો હતો.
 
જ્યારે મહિલા ડૉક્ટર ખેડા જિલ્લાની ડાકોર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરી રહી હતી, ત્યારે ડૉ. અજય વાલા સરકારી ડૉક્ટર છે અને 7 વર્ષથી વધુ સમયથી અહીં કામ કરે છે.
 
ડાકોર પોલીસ સ્ટેશનમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અજય.કે.વાલા સામે નોંધાયેલી એફઆઈઆરમાં, મહિલા ડૉક્ટરે આરોપ મૂક્યો હતો કે તેણીને CSC ક્વાર્ટર્સ અને તેની ઑફિસમાં બોલાવીને તેની છેડતી અને બળાત્કાર કરવામાં આવ્યો હતો.
 
મહિલા તબીબના લગ્ન હોવા છતાં ડો.અજયે તેની સાથે બળજબરીપૂર્વક સંબંધો બાંધ્યા હતા, હદ ત્યારે પહોંચી જ્યારે આરોપી તબીબે પીડિતાને છૂટાછેડા લેવાનું કહેવાનું શરૂ કર્યું. ડૉક્ટર અજય વાલાથી કંટાળીને મહિલા ડૉક્ટરે આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ડૉક્ટર સામે IPC કલમ 376(2)e,376(2)n અને 506 હેઠળ કેસ પણ નોંધ્યો છે.
 
આ બનાવ અંગે ડાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.આર.બારીયાએ જણાવ્યું હતું કે આરોપી ડોક્ટર અજય ગુજરાતના આણંદમાં રહે છે અને 7-8 વર્ષથી ડાકોરની સરકારી હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને પરિણીત છે. હાલ મહિલા તબીબની ફરિયાદના આધારે પોલીસે ડોકટર અજય વાળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.