ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (09:05 IST)

ઇન્સ્ટાગ્રામ પર ન્યુડ વિડીયો કોલ ન કરતા યુવકે યુવતિના ચહેરાનો ઉપયોગ ન કરી કર્યું આવું કામ

Instagram
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિ સાથે ન્યુડ કોલ ન કરતા તેના ચહેરાનો ઉપયોગ કરીને ફોટો બનાવીને તેના પરિવારના સભ્યોને મોકલી આપવાની ધમકી આપ્યાની ફરિયાદ અમદાવાદ સાયબર સેલમાં નોંધવામાં આવી છે. આ અંગે પોલીસે શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામના આઇપી એડ્રેસને આધારે તપાસ શરૂ કરી છે. 
 
સાબરમતી વિસ્તારમાં રહેતી યુવતી ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને છેલ્લાં પાંચ વર્ષથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. તેના દ્વારા પોસ્ટ કરવામાં આવતી વિવિધ પોસ્ટ અને સ્ટોરી પર હીરલ વાડોલીયા નામની આઇડી પર સતત કોમેન્ટ કરવામાં આવતી હતી. જેથી યુવતિ અને હીરલ મેસેજથી સંપર્કમાં રહેતા હતા. જેમાં એક વાર તેણે ન્યુડ વિડીયો મોકલતા યુવતિએ આ પ્રકારના વિડીયો મોકલવાની ના કહીને તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. 
 
બાદમાં એપ્રિલ-૨૦૨૨ હીરલ વાડોલીયાના આઇડી પર એક ફોટો મોકલાયો હતો. જેમાં તેના ચહેરાનો ઉપયોગ કરીને ન્યુડ ફોટો તૈયાર કરાયો હતો અને તેણે વિડીયો કોલ કરીને સાથે ત્રીજી વ્યક્તિને જોઇન્ટ કરી હતી. જે કોઇ યુવતી હતી અને તે ન્યુડ હતી. જેથી યુવતિએ હીરલની આઇડીને બ્લોક કરી દીધી હતી. 
 
પરંતુ, વિડીયો કોલ દરમિયાન ગ્રુપ બની ગયુ હોવાને કારણે તેને હીરલની આઇડી પરથી મેસેજ આવ્યો હતો કે જો તે ન્યુડ વિડીયો કોલ નહી કરે તો મોર્ફ કરેલો ફોટો તેના પરિવાર અને અન્ય જાણીતા લોકોને મોકલી આપશે. જેથી કંટાળીને યુવતિએ પોતાનું આઇડી બંધ કરી દીધું હતું.  તેમછતાં હીરલ વાડોલીયાનું આઇડી ધરાવતા વ્યક્તિએ સ્નેહાના ભાઇને મેસેજ કરતા છેવટે આ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવમાં આવી હતી.