શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 12 એપ્રિલ 2023 (12:39 IST)

મામાએ ભાણેજી પર આચાર્યો દુસ્કર્મ- 10 વર્ષની ભાણેજ પર બળાત્કાર, 40 વર્ષના આરોપીની ધરપકડ

Girl raped by uncle in Buldhana: ખામગામ શહેર પોલીસે આરોપી મામા વિરૂદ્દ આઈપીસીની ધારા 376 (A), 377, 376 (I) સંબંધિત કલમ 4,6,8 અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
 
મહારાષ્ટ્રના બુલઢાણા જીલ્લામાં ખામ ગામ શહેરમાં એક સંબંધને કલંકિત કરતા સમાચારથી ચકચાર મચી ગઈ છે. એક 40 વર્ષના મામાએ તેની 10 વર્ષની ભાણેજ પર બળાત્કાર કર્યો છે. પોલીસે આ કેસમાં આરોપી મામાની ધરપકડ કરી છે. પીડિતાની માતાની ફરિયાદ મુજબ બાળકીના મામા પુણેમાં નોકરી કરે છે. તે તેની બહેનના ઘરે વેકેશન ગાળવા આવ્યો હતો. દરમિયાન એક દિવસ મોકો મળતાં તેણે આ જઘન્ય કૃત્ય કર્યું હતું.
 
8 એપ્રિલની રાત્રે તે તેમની 10 વર્ષની ભાણેજનુ મોઢુ દબાવીને એક બીજ રૂમમાં લઈ ગયો અને ત્યાં તેણે પીડિતા સાથે રેપ કર્યો. આ દુષ્કર્મ પછી તે તરત ત્યાંથી ભાગી ગયો. પીડિતાએ આ ઘટના વિશે તેમની માતાને જણાવ્યુ. તે પછી પીડિતાની માતા શહેરના પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી.