સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (11:53 IST)

હિંમતનગરમાં માતાના પ્રેમી સહિત 18 શખ્સોએ સગીરાને પીંખી નાંખી

rape case gujarat
સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. માતાના પ્રેમી સહિત 18 શખસો સગીરાને પીંખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જો કે સગીરાની સાથે દુષ્કર્મ આચરતું હતું. એટલે જ વાત અટકતી નથી. તેને પુખ્ત વયની થતાંની સાથે જ વેચવાનો પ્લાન પણ સગીરાની માતાએ સગીરાની મામી સાથે મળીને ઘડ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.મળતી વિગત અનુસાર હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક સગીરાની સાથે 18 શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરાને પીંખનારમાં સગીરાની માતાનો પ્રેમી પણ સામેલ છે. માતાનો પ્રેમી વારંવાર સગીરા પર દુષ્કર્મ આચરતો હતો. હિંમતનગર એ ડિવિઝનમાં કુલ 20 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે પીડિતાના મેડિકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.સગીરાની ફરિયાદને પગલે હિંમતનગર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસે સગીરાની માતા, તેની માતાનો પ્રેમી અને અન્ય એક મળી કુલ 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલા આરોપી પૈકી 2ને કોર્ટમાં રજૂ કરતાં સગીરાના માતાના પ્રેમી સહિત બંને આરોપીને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.હિંમતનગરની સગીરાને મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ખેડામાં વેચી મારવાનો પ્લાન તેની જ માતાએ ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. સગીરાની માતાએ તેની મામી સાથે મળીને સગીરા પુખ્ત વયની થાય ત્યારે તેને રૂ. 12 લાખમાં વેચી દેવાનો કારસો ઘડ્યો હતો.