ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : શનિવાર, 23 જુલાઈ 2022 (11:43 IST)

જામનગરમાં નરાધમ પિતાએ દીકરી સાથે અનેકવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી

rape
જામનગરમાં નરાધમ પિતાએ પોતાની 15 વર્ષની સગીર માસુમ પુત્રીને પોતાના હવસનો શિકાર બાનાવી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. જેથી પુત્રી ગર્ભવતી બની હતી. જેને લઈ ચકચાર મચી છે.આ બનાવ સામે આવતા નરાધમ પિતા પત્યે લોકોએ ફિટકારની લાગણી વરસાવી છે. તો બીજી તરફ પોલીસે નરાધમ પિતાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રહતો અને મજુરીનો વ્યવસાય કરતો 44 વર્ષનો નરાધમ પિતાએ પોતાની વાસના સંતોષવા માટે પોતાની જ માસુમ પુત્રીને શિકાર બનાવી છે. અનેક વખત પાપાચાર આચરીને પિતાએ માસુમ પુત્રીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ બનાવ સામે આવતા પોલીસ દફ્તર સુધી પહોંચ્યો છે. જેને લઈ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને માસુમ બાળકીનો કબજો સંભાળ્યો હતો તો નરાધમ પિતાની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે નરાધમ વિરૂદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.