શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મથુરા. , શુક્રવાર, 29 એપ્રિલ 2022 (12:31 IST)

Crime news - લગ્ન થઈ ગયા પછી નવવધુને મારી ગોળી, ઘટનાસ્થળ પર જ મોત, ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ

Dulhan
યુપીના મથુરા જીલ્લાના નૌઝીલ પોલીસ મથક ક્ષેત્રના મુબારકપુર ગામમાં એ સમયે એક પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ જ્યારે ફુલહાર થયા પછી રૂમમાં બેસેલી નવવધુને ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી. ગોળી વાગવાથી નવવધુનુ ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયુ. ગોળીનો અવાજ થતા  લોકો જ્યા સુધી રૂમમાં પહોંચતા ત્યા સુધી તો ત્યારો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આશંકા બતાવાય રહી છે કે પ્રેમ પ્રસંગમાં કોઈ અન્ય નહી પણ નવવધુનો પ્રેમી જ આ ઘટનાને અંજામ આપી ગયો. હાલ નવવધુના હત્યાના સમાચારથી પરિવારમાં સન્નાટો છવાય ગયો છે. બીજી બાજુ ગામમાં લોકો અનેક પ્રકારની ચર્ચા કરી રહ્યા છે. બીજી બાજુ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ. 
 
ઉલ્લેખનીય છે કે કલ્લુપુરા જીબી નગરથી ખૂબી રામની પુત્રીનો વરઘોડો આવ્યો હતો અને લગ્ન પછી બધા કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ રહ્યા હતા. જમ્યા પછી વરમાળાનો પોગ્રામ ચાલી રહ્યો હતો અને દુલ્હન કાજલ વરમાળા નાખીને જેવી જ પોતાના રૂમની અંદર પહોંચી તો ગોળી ચાલવાનો ઘરની અંદર અવાજ આવ્યો. લગ્ન સમારંભમાં આવેલા સંબંધીઓએ રૂમમાં જોયુ તો દુલ્હન કાજલ લોહીથી લથપથ પડી હતી. ચારેબાજુ માતમનુ વાતાવરણ અને ચીસાચીસ ફેલાઈ ગઈ. પરિજનોએ ડોક્ટરને બોલાવીને બતાવ્યુ તો તેનુ મોત થઈ ચુક્યુ હતુ. થોડીક જ ક્ષણમાં લગ્નનુ વાતાવરણ માતમમાં ફેરવાય ગયુ. 
 
કોઈ અજાણ્યાએ મારી ગોળી 
જ્યારે યુવતીના પિતા ખૂબી રામ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે મારી પુત્રી રૂમની અંદર વરમાળા પહેરીને ખુરશી પર બેસી હતી અને કોઈ અજાણ્યો શખ્સ આવ્યો અને તેના કપાળ પર ગોળી મારીને ભાગી ગયો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ મામલે તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.