સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (14:15 IST)

Murder For Biryani Raita બિરયાનીના રાયતા માટે હત્યા

raita
Murder For Biryani Raita - બિરયાની સાથે વધારાના રાયતા માંગવા બદલ રેસ્ટોરન્ટના કર્મચારીઓએ એક વ્યક્તિને માર માર્યો હતો.
 
હૈદરાબાદમાં બિરયાની માટે વધુ રાયતા માંગવા પર રેસ્ટોરન્ટમાં દલીલ, ગ્રાહકને માર મારવામાં આવ્યો. 
 
તેલંગાનાની રાજધાની હૈદરાબાદના પુંજાગુટ્ટા એક્સ રોડ વિસ્તારમાં આવેલી મેરીડિયન હોટલમાં બિરયાની ખાવા ગયેલા ગ્રાહકનું કેટલાક કર્મચારીઓ દ્વારા મારપીટ કરવામાં આવતા તેનું મોત થયું હતું. રવિવારે રાત્રે બનેલી આ ઘટના બાદ સોમવારે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. મંગળવારે પણ પોલીસ સતર્ક છે. 
 
ગ્રાહકનો દોષ આટલુ હતુ કે તેણે બિરયાની સાથે એક્સ્ટ્રા રાયતાની માંગણી કરી હતી. મૃતકની ઓળખ લિયાકતના રૂપમાં થઈ છે. તે પરિણીત હતો અને તેમના બાળકો પણ હતા.