શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (10:22 IST)

અમદાવાદમાં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી વિદેશ જવા ઈચ્છુક લોકો પાસેથી પૈસા લઈ 62.69 લાખ પડાવ્યાં

વિદેશ જવા માગતા લોકોને વિઝા અપાવવાનું કહી તેમની પાસેથી અલગ અલગ ચાર્જપેટે પૈસા પડાવી કુલ 62.69 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સિંધુભવન વિસ્તારમાં આવેલી યશ વિઝા કન્સલ્ટન્ટના સંચાલકે સંખ્યાબંધ લોકો પાસેથી વિદેશના વિઝા અપાવવાનું કહીને રૂ.62.69 લાખથી વધુ રકમ લઈને છેતરપિંડી કરી હોવા અંગેની વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં વિઝા એજન્ટ તરીકે કામ કરતા કમિશન એજન્ટે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નારણપુરામાં આવેલી નળકુંજ સોસાયટીમાં રહેતા નૈનેશ બાબુભાઈ પટેલે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે કે, 30 જૂન, 2020થી 18 જાન્યુઆરી, 2021 સુધીના સમયગાળામાં બોડકદેવમાં સિંધુભવન રોડ પર યશ વિઝા કન્સલ્ટન્સી ઓફિસ શરૂ કરી વિનય અનિલભાઈ શુક્લ (ભાવસારની ખડકી, ડાકોર)એ તેમને વિઝા એજન્ટની કામગીરી સોંપી હતી. વિનય શુક્લે નૈનેશ પટેલને કહ્યું હતું કે, ‘વિઝાને લગતું કંઈ કામ હોય તો કહેજો તે પેટે તમને કમિશન આપીશ.’ આથી નૈનેશ પટેલે તેના પર ભરોસો રાખીને વિદેશ જવા ઇચ્છુક લોકોનો સંપર્ક કરીને તેમને વિઝા અપાવવા માટે વિનય શુક્લનો સંપર્ક કરાવ્યો હતો. આ દરમિયાન વિનયે લોકો પાસેથી વિઝા પ્રોસેસિંગના નામે કુલ રૂ.62,69,999 મેળવી કોઈને પણ વિઝા નહીં અપાવી કે પૈસા પરત નહીં આપીને છેતરપિંડી કરી હતી. આ અંગે નૈનેશ પટેલે વિનય શુક્લ વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાંચમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.