સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2022 (17:35 IST)

Rajkot- ભાઈના પાપથી બહેન કુંવારી માતા બની

pregnant
Rajkot news- રાજકોટમાં 17 વર્ષની બહેનને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી
રાજકોટમાં પરિવાર સાથે ખેતમજૂરી કરતી 17 વર્ષની સગીરાનું જીવન તેના જ ભાઈએ બગાડ્યું છે. સગીરાની તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોક્ટરની તપાસ સમયે તે ગર્ભવતી હોવાથી તેને પ્રસૂતાની પીડા થતી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ સગીરાએ બાળકને જન્મ આપતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પરિવારે કુવાડવા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે સગીરાએ બાળકને જન્મ આપ્યો, તે તેના પિતરાઈ ભાઈનું હોવાનું ખૂલ્યું હતું. મહીસાગરના ગાડિયા ગામે રહેતા સગીરાના પિતરાઈ ભાઈએ લગ્નની લાલચે અવારનવાર તેના ઘરે આવી દુષ્કર્મ આચર્યું હતું, આથી પોલીસે સગીરાના પિતરાઈ ભાઈ વિરુદ્ધ ગુનો નોધી મહીસાગર પોલીસને જાણ કરી હતી.

રાજકોટના કુવાડવા રોડ નજીક સીમમાં પરિવાર સાથે રહેતી અને ખેતમજૂરી કરતી સગીરાની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. તબીબી તપાસમાં તેના પેટમાં બાળક હોવાનું જણાતાં ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. બનાવને પગલે PSI પાંડાવદરા સહિતે તપાસ કરતાં ફેબ્રુઆરી માસ દરમિયાન મહીસાગર જિલ્લાના ગાડિયા ગામે રહેતો તેનો પિતરાઈ વિજય સવજીભાઈ કલાસરાએ લગ્નની લાલચ આપી અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યું હોવાની પરિવારને જાણ કરતાં પોલીસે તેના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.