બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 9 નવેમ્બર 2024 (13:36 IST)

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

Dead body
ઉત્તરપ્રદેશમાં મુજફ્ફરનગરમાં એક એવો મામલો સામે આવ્યો છે જેને બધાને  હેરાન કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે અહી લોકો એ સમય નવાઈ પામ્યા જ્યારે તેઓ એક કારમાં 27  વર્ષીય મહિલાની લાશ મળી. કારમાં બેસેલી મહિલાની લાશ જયારે લોકોને મળી તો તરત જ  તેની સૂચના પોલીસને આપવામાં આવી.  પોલીસે ખતૌલી પોલીસ મથક ક્ષેત્ર રસૂલપુર ગામમાં પહોચી. જ્યા પોલીસને તપાસમાં  જાણ થઈ કે મહિલાને ગોળી મારવામાં આવી છે.  કારણ કે મહિલાના શરીર પર ગોળીના ઘા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસને શક છે કે ઓનર કિલિંગનો મામલો છે. આખી ઘટના ખતૌલી થાના ક્ષેત્રના રસૂલપુર ગામની છે.  
 
રિલેશનશિપમાં હતી મહિલા 
આ ઘટનાને લઈને પોલીસ અધીક્ષક સત્યનારાયણ પ્રજાપતે પીટીઆઈ ભાષા સાથે વાત કરતા કહ્યુ કે ઘટનાની સૂચના મેળવીને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોચી.  મૃતક મહિલાની ઓળખ હિમાંશી તરીકે થઈ છે. કારમાંથી તેનો ગોળી વાગી ગયેલો મૃતદેહ મળી આવ્યો છે. તેણે કહ્યું કે તેના પિતાના મૃત્યુ બાદ હિમાંશી તેની માતા સાથે તેના મામાના ઘરે રહેતી હતી. આ દરમિયાન પોલીસે વધુ તપાસ કરતાં હિમાંશીના એક યુવક સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે મહિલાના પ્રેમીની ઓળખ 28 વર્ષીય વિનીત કુમાર તરીકે થઈ છે. 
 
પોલીસે જણાવ્યુ કે ઓનર કિલિંગનો લાગી રહ્યો છે મામલો  
ઉલ્લેખનીય છે કે યુવતીના મામા અને તેમના બે પુત્રો સહિત તેમના પરિવારના સભ્યોએ બંને સંબંધોને લઈને આપત્તિ પણ બતાવી હતી. એસપી સત્યનારાયણ પ્રજાપતે કહ્યુ કે લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ છે. પોલીસે આ મામલાની તપાસ કરી રહી છે. પણ હાલ મામલો નોંધવામાં આવ્યો નથી. તેમણે કહ્યુ કે મૃતકાની લાશ એક ખેતરમાંથી જપ્ત કરવામાં આવી હતી. ઘરના પુરૂષ સભ્ય ફરાર ચાલી રહ્યા છે અને ઘરની મહિલાઓની પૂછપરછ કરવામાં આવી છે.  પ્રથમ દ્રષ્ટિએ એવુ લાગે છે કે આ ઓનર કિલિંગનો મામલો લાગી રહ્યો