મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By

દિવાળી ની વાનગીઓ (દિવાળી સ્પેશ્યલ રેસીપી)

શક્કરપારા

shakkar para

સામગ્રી: ૧ કપ મેંદો, ૨ ચમચી માખણ, અડધો કપ દળેલી ખાંડ, ૩ કપ ખમણેલું લીલું કોપરું, ૧ નાની ચમચી ઈલાયચીનો ભૂકો, ૩ થી ૪ ચમચી દૂધ, ઘી પ્રમાણસર, મીઠું પ્રમાણસર


બનાવવાની રીત: - મેંદામાં માખણ, મીઠું, ખાંડ, કોપરું અને ઈલાયચીનો ભૂકો નાખી, દૂધથી લોટ બાંધવો. લોટ થોડોક ઢીલો રાખવો. - લોટનો રોટલો વણી, કાપા કરી ગરમ ઘીમાં તળવા. આ શક્કરપારા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.


દિવાળી સ્પેશિયલ મીઠાઈ - સુરતી ઘારી


સામગ્રી - 750 ગ્રા. ઘઉંનો લોટ, 10 ગ્રામ એલચીનો પાવડર, 500 ગ્રામ ઘી, 400 ગ્રામ ચણાનો કકરો લોટ, 500 ગ્રામ દળેલી ખાંડ, જાયફળ
 
P.R

બનાવવાની રીત : ચણાના લોટને 100 ગ્રામ ઘીમાં બરાબર શેકી લો. હવે તેમા દળેલી ખાંડ, એલચીનો ભૂકો, જાયફળ ઘસીને નાખો અને પૂરણ તૈયાર કરો.

ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી કઠણ લોટ બાંધો. આ લોટના લૂઆ કરી તેની પૂરી વણો. આ પૂરી પર ઉપરોક્ત તૈયાર પૂરણ ભરો અને બીજી પૂરી વણી તેની પર મુકો. હવે પૂરીને ચારેબાજુથી બંધ કરી તેને કપડાંથી ઢાંકી દો. આ રીતે બધી જ પૂરી તૈયાર કરો.

આ પૂરીઓને ઘી માં તળી લો અને થાળીમાં ગોઠવતા જાવ. આ પૂરી ઠંડી થાય કે તેના પર ઘી રેડો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ સુરતી ઘારી. ઠંડી પડે કે સર્વ કરો.

નોંધ : જો તમે માવા ઘારી બનાવવા માંગતા હોય તો ચણાના લોટની જગ્યાએ તેટલો જ માવો લઈને શેકી નાખો અને તેમા ખાંડ તેમજ ડ્રાયફૂટ્સ નાખી પૂરણ તૈયાર કરો.

આગજુદિવાળી ફરસાણ - સેવ

ચકલી ની રેસીપી માટે ક્લિ કરો

દિવાળી ફરસાણ - સેવ


સામગ્રી - ચણાનો ઝીણો લોટ 500 ગ્રામ, એક વાડકી તેલ, એક વાડકી પાણી, એક નાની ચમચી ખાવાનો સોડા, એક ચમચી અજમો, લીંબુનો રસ, મરી પાવડર બે ચમચી, મીઠુ સફેદ મરચું સ્વાદ મુજબ.
P.R


બનાવવાની રીત - તેલ અને પાણીને મિક્સ કરી હાથથી ફીણો અથવા મિક્સરમાં ફેરવી લો, આ પાણી એકદમ સફેદ થવુ જોઈએ. હવે તેમા સોડા અને અડધા લીંબુનો રસ અને સફેદ મરચું મીઠુ અને હિંગ નાખો. અજમો અને મરીને ઝીણા વાટી આ પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણમાં સમાય તેટલો જ ચણાનો લોટ નાખીને મસળી લો. સેવના સંચાથી ગરમા ગરમ તેલમાં સેવ પાડો.

'મઠીયા ની રેસીપી માટે ક્લિક કરો

આગળ જુઓ પૌઆનો ચેવડો

પૌઆનો ચેવડો


સામગ્રી - 500 ગ્રામ પૌઆ, 100 ગ્રામ દાળિયા, 100 ગ્રામ સીંગદાણા, 20 ગ્રામ કાજુ, 20 ગ્રામ કિસમિસ, એક ચમચી વરિયાળી, એક ચમચી તલ, ચમચી હિંગ, હળદર, મીઠુ, મરચુ સ્વાદ મુજબ. લીંબુના ફુલ અડધી ચમચી, 10-15 લીમડાંના પાન.
P.R

બનાવવાની રીત - કઢાઈમાં તેલ ગરમ કરી તેમા સીંગદાણા, દાળિયા, કાજુ, કિસમિસ વગેરે તળીને બાજુ પર મુકી દો. હવે તેલમાં પૌઆ તળી લો. તળેલા પૌઆમાં દાળિયા-સીંગદાણા, કાજુ, કિસમિસ મિક્સ કરો.

હવે એક કઢાઈમાં વઘાર માટે તેલ મુકો તેમા વરિયાળી, તલ, હિંગ, લીમડો, હળદર અને મરચું નાખો અને આ તેલ તળેલા પૌઆમાં નાખી દો. હવે પૌઆ ગરમ રહેતા જ ઉપરથી દળેલી ખાંડ, વાટેલા લીંબુના ફુલ, મીઠુ, સંચળ વગેરે નાખીને સારી રીતે હલાવો. તૈયાર છે પૌઆનો ચેવડો. ઠંડો થતા તેન એરટાઈટ ડબ્બામાં ભરી લો.

આગળ જુઓ ઘૂઘરાની રેસીપી

ઘૂઘરા


સામગ્રી : ૨પ૦ ગ્રામ મેંદો, પ૦ ગ્રામ શેકેલ રવો, પ૦ ગ્રામ માવો, પ૦ ગ્રામ બદામ, પ૦ ગ્રામ કાજૂ, ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ, ૧૦૦ ગ્રામ ઘી, પ૦ ગ્રામ ટોપરાનું ખમણ, એલચી તથા દ્રાક્ષ સ્‍વાદ પ્રમાણે, તળવા માટે ઘી અથવા તેલ.

P.R

બનાવવાની રીત : બદામ અને કાજૂને ખાંડી લેવા તેમા માવો, શેકેલો રવો, ટોપરાનું ખમણ, એલચી, દ્રાક્ષ તથા ખાંડ નાખીને બરોબર ભેળવી મિશ્રણ તૈયાર કરવું.

મેંદાને દૂધ તથા ઘી સાથે ખૂબ મેળવીને પૂરી જેવો લોટ બનાવવો. તેમાથી પૂરી વણી તેની વચ્‍ચે તૈયાર મિશ્રણ મૂકીને ઘૂઘરાના મોલ્‍ડ દ્વારા ઘૂઘરા બનાવવા. તૈયાર ઘૂઘરાને તળી લેવા. ઠંડા થયા બાદ સર્વ કરવા.

સુંવાળી ની રેસીપી માટે ક્લિક કરો