ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2022 (15:36 IST)

Diwali 2022: નાની દિવાળી સુધી કરી લો આ ખાસ કામ, આખુ વર્ષ રૂપિયાની વરસદ કરશે માતા લક્ષ્મી

Diwali 2022: આ વર્ષે 5 દિવસના દિપોત્સવ પર્વને લઈને અજીબ સ્થિતિ બની ગઈ છે. 23 ઓક્ટોબર 2022ને ધનતેરસ ઉજવ્યા પછી આવતા દિવસે 24 ઓક્ટોબરે નાની દિવાળી અને મોટી દિવાળી એક સાથે ઉજવાશે. તેમજ દિવાળીના બીજા દિવસે સૂર્યગ્રહણ પડવાથી ગોવર્ધન પૂજાને લઈને પણ મૂંઝવણની સ્થિત ઉભી થઈ ગઈ છે. 
 
નાની દિવાળીના ઉપાય 
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ધનતેરસથી લઈને મોટી દિવાળીની લક્ષ્મી પૂજા સુધીનો સમય સર્વશ્રેષ્ઠ રહે છે. જો મોટી દિવાળી પર કરનારી લક્ષ્મી પૂજાથી પહેલા એટલે કે નાની દિવાળી સુધીના કેટલાક ખાસ ઉપાય કરી લેવામાં આવે તો આખુ વર્ષ માતા લક્ષ્મી મેહરબાન રહે છે. આવો જાણીએ માતા લક્ષ્મીને ખુશ કરવાના ઉપાય 
 
1. નાની દિવાળી સુધી ઘરના તૂટેલા વાસણ, કાટ લાગેલી વસ્તુઓ અને કચરાને બહાર કરી નાખો. ઘરમાં સારી રીતે -સાફ-સફાઈ કરવી. તેનાથી મારા લક્ષ્મી હમેશા તમારા ઘરમાં કરશે.
 
2. ઘરની સાફ-સફાઈ કર્યા પછી બધા ખૂણામાં ગંગાજળ છાંટવુ. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થશે અને ઘર સકારાત્મકતા, ખુશીઓ અને સમૃદ્ધિથી ભરશે. 
 
3. દિવાળીની પૂજાથી પહેલા ઘરના મુખ્ય બારણા પર સ્વાસ્તિક બનાવી લેવું. જે ઘરમાં મુખ્ય દ્બાર પર સ્વાસ્તિક હોય, ત્યાં માતા લક્ષ્મી ખૂબ સમૃદ્ધિ આપે છે. 
 
4. દિવાળીની પૂજાથી પહેલા ઘરના દરેક ભાગમાં રંગ બેરંગી લાઈટ, અસલી ફૂલથી સજાવટ કરવી. જેથી માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે. 
 
5. માતા લક્ષ્મીના સ્વાગત માટે મુખ્ય દ્વાર પર રંગોળી અને દીવા સજાવો.