ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. ગાંધીનગર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (13:59 IST)

38મી રથયાત્રા : બે વર્ષ બાદ ભગવાન મોસાળમાં જશે, પ્રસાદ બનાવવા માટે રસોયા સહિતની ટીમો કામે લાગી

ગાંઘીનગર :  કોરોનાના કપરાકાળ બાદ પહેલી વખત વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી. બે વર્ષ બાદ આ વખતે ભગવાન મોસાળા ગયા છે ત્યારે સે-૨૯ જલારામ મંદિર ખાતે પણ તડામાર તૈયારીઓ થઈ.
 
આ અંગે જલારામ સેવા સમાજના પ્રમુખ સેવંતીલાલ ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છ હજાર ભક્તો માટે ચોખ્ખા ઘીનો ૮૦૦ કિલો જેટલા મોહનથાળ પ્રસાદમાં બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ખિચડી તથા છાલવાળા બટેટા ટામેટાનું શાક પણ ભક્તોને પિરસવામાં આવશે. ભક્તો માટે બે હજાર લીટર જેટલી છાશની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તો ભગવાન અને ભક્તોની સેવામાં જલારામ મંદિરના ૧૦૦ જેટલા સ્વયંસેવકો પણ ખડેપગે હાજર રહેશે.
 
મોહનના મોસાળામાં એટલે કે, જલારામ મંદિર ખાતે મહોનથાળનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે જે માટેની તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. અને રસોશિયા સહિત દસ માણસોની ટીમ દ્વારા કામગીરી પણ શરૃ કરી દેવાઇ છે. ૮૦૦ કિલો જેટલા ચોખ્ખા ઘીના મોહનથાળ માટે ૨૦૦ કિલો ચોખ્ખું ઘી, ૨૦૦ કિલો ચણાનો લોટ જ્યારે ૩૦૦ કિલો જેટલી ખાંડનો ઉપયોગ કરવામાં આવશે.જ્યારે ૬૦૦ કિલો ખિચડી બનાવવામાં આવનાર છે જે માટે ૪૦૦ કિલો ચોખા જ્યારે ૨૦૦ કિલો દાળની ખરીદી કરી દેવાઇ છે. શાક માટે ૪૦૦ કિલો બટેટા, ૫૦ કિલો ટામેટા જ્યારે ૧૦૦ વટાણાંનો ઉપયોગ કરવામાં આવનાર છે.