શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 જૂન 2022 (11:27 IST)

Live- અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, ભગવાન ગજવેજ ધારણ કરીને મોસાળમાં જશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આગામી પહેલી જુલાઈએ યોજાશે.ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે આજે ભગવાનની જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચી ગઈ છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ દિલિપદાસજી મહારાજ સાથે પૂજનમાં બેઠા હતાં.

સાબરમતી નદીના મધ્યભાગમાંથી જળ ભરવામાં આવ્યું હતું.108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે અને શોડષોપચાર પૂજા વિધિ કરવામાં આવશે.ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે.11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે.ગૃહરાજ્યમંત્રી, હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર કિરીટ પરમાર દિલીપદાસજી મહારાજ સાથે પૂજામાં બેઠા છે. મંદિરેથી ભગવાન સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે.કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું ન હતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે કોરોના નહિવત કેસો હોવાને પગલે ભવ્ય ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલા મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા’ આજે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવા વરઘોડા રુપે પહોંચી હતી. સાબરમતી નદીના ભુદરના આરે ગંગાપૂજન બાદ 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે.આ જળથી ભગવાનનો મહાભિષેક કરી શોડષોપચાર પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ 11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે અને જ્યાં પણ લોકો દર્શન કરી શકશે.આ જળયાત્રા મહોત્સવમાં મુંબઈ અને ડાકોરના પ.પૂ મંગળપીઠાધીશ યજ્ઞસમ્રાટ ટીલાદ્વારા ગાધાચાર્ય 1008 માધવાચાર્ય મહારાજ, અન્ય સાધુ સંતો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત શહેરના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહેશે.


11:26 AM, 14th Jun
આજે ભગવાનની જળયાત્રા નીકળી હતી.આજે સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની રથયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી નદીના આરા સુધી યોજાઇ હતી. આ જળયાત્રા મીની રથયાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે

11:25 AM, 14th Jun
108 કળશમાં ભરીને લાવવામાં આવેલા જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક શરૂ થયો છે. થોડીવારમાં ભગવાનની શોડષોપચાર પૂજા શરૂ થશે.

11:24 AM, 14th Jun
સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાબરમતીના મધ્યેથી કળશમાં જળ ભરીને નિજ મંદિર ખાતે લાવવામાં આવ્યું હતું

11:24 AM, 14th Jun
ભગવાન જગન્નાથ આજે 15 દિવસ સુધી સરસપુર ખાતે મોસાળની મહેમાનગતી માણશે