ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 જૂન 2022 (10:07 IST)

રથયાત્રામાં એરિયલ સર્વેલન્સ માટે Flying Man વડે બાજ નજર રાખવાનું છે પ્લાનિંગ

શું આ વિમાન છે કે  કોઇ પક્ષી? 1 જુલાઈના રોજ વાર્ષિક રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના ભક્તોના આ શબ્દો હોઈ શકે છે. શહેર પોલીસ 145મી રથયાત્રા દરમિયાન એરિયલ સર્વેલન્સનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. શહેર પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કમિશનરે આ રથયાત્રામાં સર્વેલન્સ સાધનો તરીકે ઝાયરોકોપ્ટરનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી હતી. જો કે, આ વિચાર ખૂબ જટિલ છે કારણ કે પોલીસને ઝાયરોકોપ્ટરનો ઉપયોગ કરવા માટે ટ્રેઇન માણસોની જરૂર પડશે.
 
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઉપરાંત કોટવાળા શહેરમાં સાંકડી ગલીઓ આ ટેકનોલોજીના ઉપયોગ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.  એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "જ્યારે અમે રથયાત્રા માટે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી રહ્યા હતા, ત્યારે શહેર પોલીસ કમિશનરને એક વિચાર આવ્યો હતો, જેને મંજૂરી મળવાની બાકી છે."
 
ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ દ્વારા રથયાત્રામાં જોડાનાર તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમથી જે તે વાહન કે વ્યક્તિનું લોકેશન મેળવવું સરળ બનશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે GPSની મદદથી જે તે વાહન અને વ્યક્તિને સરળતાથી શોધી શકાય. આ સાથે જ બંદોબસ્તમાં જોડાયેલા 3000 સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે.
 
બે વર્ષ બાદ આ વર્ષે શહેરમાં સંપૂર્ણ રથયાત્રા નીકળશે. હાઈકોર્ટની સૂચનાથી 2020માં રથયાત્રા રદ્દ કરવામાં આવી હતી. 2021 માં, ભક્તોની ભાગીદારી વિના જ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેર પોલીસ માત્ર રથયાત્રામાં સામેલ વાહનો પર જ નહીં પરંતુ શોભાયાત્રામાં સામેલ હાથીઓ પર પણ જીપીએસ ડિવાઇસ લગાવશે. પોલીસ પાસે બોડી વર્ન કેમેરા પણ હશે અને ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવશે. 5 જૂને શહેર પોલીસે યાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.