સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (15:20 IST)

અમદાવાદમાં ભક્તો સાથે ભગવાન જગન્નાથ નીકળશે નગરચર્યાએ, ગૃહરાજ્યમંત્રીએ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી

Lord Jagannath to go out with devotees in Ahmedabad
ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નગરચર્યાએ નીકળે છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે કાઢવામાં આવશે. રથયાત્રાની તૈયારીમાં આજે ગૃહરાજ્ય મંત્રી શહેર પોલીસ કમિશનર અને ટોચના અધિકારી જગન્નાથ મદિર પહોંચ્યા હતા.

આજે ગૃહરાજ્ય મંત્રીએ મંદિરમાં આરતી ઉતારી હતી.આ વખતે નિર્વિઘ્ને રથયાત્રા શહેરના માર્ગ પર નીકળે તે માટે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કોરોના બાદ હવે જનજીવન સામાન્ય બની ગયું છે. ત્યારે આગામી પહેલી જુલાઈએ અમદાવાદમાં તમામ પ્રકારની તાકાત સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આ માટે પોલીસ દ્વારા પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં જઈને ભગવાનની આરતી ઉતારી હતી. તે ઉપરાંત શહેરમાં રથયાત્રા નીકળે તે માટે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી. ભગવાન જગન્નાથ અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર દ્વારા આ વખતે અખાત્રિજે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ ત્રણેય રથનું ભક્તો અને મંદિરના સેવકોની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતું.