ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2022 (08:30 IST)

RathYatra 2022: CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી કરી પહિંદ વિધિ

cm and home minister in rathyatra
આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે.
 
શહેરમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિકળવાની છે. ત્યારે વહેલી સવારથી જ તૈયારીઓ થઇ ગઇ છે. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંગળા આરતી માં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.મંગળા આરતી બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ શરૂ કરી હતી. 
 
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી