આપ જાણો છો આઝાદ ભારતના પ્રથમ મતદાતા કોણ હતા ? (જુઓ વીડિયો)

શિમલા | વેબ દુનિયા|
P.R
ગૂગલ ઈન્ડિયા જાહેરાત બનાવવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે તેમાં માહેર છે. લોકસભા ચૂંટણી માટે ગૂગલ એક નવી જાહેરાત લઈને આવ્યું છે. આ એડના હિરો શ્યામ સિંહ નેગી છે. જેમની ઉંમર 97 વર્ષની છે. આ વ્યક્તિની વિશેષતા એ છે કે તેઓ આઝાદ ભારતના પહેલા મતદાતા છે. તેમણે આપ્યો હતો અને હવે ફરી એકવાર વોટ આપવા માટે તૈયાર છે.
ગૂગલ વીડિયોમાં શ્યામ સિંહની વાસ્તવિક વાર્તા તેમના જ અવાજમાં દર્શાવામાં આવી છે. જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે પહેલી લોકસભા ચૂંટણી દરમિયાન હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અન્ય ભાગ કરતાં છ મહિના પહેલાં જ 1951માં વોટિંગ થઈ ગયું હતું અને તે વખતે આવી પરિસ્થિતિ હતી.

શ્યામ સિંહ નેગી વ્યવસાયે સ્કૂલ ટીચર હતા. તેમણે 1951થી લઈને અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મત આપ્યા છે. તેમણે વીડિયોમાં પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકતંત્રની મજબૂતી માટે કોઈપણ સંજોગોમાં વોટ આપવો જરૂરી છે. છ દિવસ પહેલાં યૂ-ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને લગભગ પાંચ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને સોશિયલ સાઈટ્સ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.
(સૌજન્ય : યૂટ્યુબ.કોમ)


આ પણ વાંચો :