લોકસભામાં ભાજપને એકલા હાથે ર૭રથી વધારે બેઠકો આપીને નરેન્દ્રભાઇ મોદીએ રાજકીય ઇતિહાસનું અભૂતપૂર્વ પ્રકરણ આલેખ્યું છે. મોદીજીએ દેશવાસીઓના દિલમાં અને વિદેશી તાકતોના દિમાગમાં આશ્ચર્યના આંચકા આપ્યા છે. આવો, મોદીજીનું પ્રેરક જીવન માણીએ.
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ : ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦) ગુજરાત રાજયના મુખ્ય મંત્રી છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન હતા. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. ૧૯૯૮ માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચાર માટે તેમની પસંદગી દ્વારા કરવામાં આવી હતી.ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ રાજીનામું આપ્યા બાદ તેઓ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મુખ્ય મંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૦૭ની ચુંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજયના ત્રીજી વખત ચુંટાઇ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે. મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિવાદાસ્પદ વ્યક્તિ છે. તેઓ ગુજરાત ખાતે સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય મંત્રી છે.