ચૂંટણીની રાજનીતિ : મોદીને શરદ પવારે પાગલ અને યાકુબે દેશના દુશ્મન કહ્યા

વેબ દુનિયા| Last Modified સોમવાર, 31 માર્ચ 2014 (10:58 IST)

W.D
જેમ જેમ જોર પકડી રહ્યુ છે તેમ તેમ બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર વાગ્બાણ તેજ થઈ રહ્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવરે કહ્યુ કે નરેન્દ્ર મોદીનુ મગજ બગડી ગયુ છે. આ વખતે પણ અમારી સરકાર બનશે અને ત્યારબાદ અમે મોદીનો ઈલાજ સારા ડોક્ટર પાસે કરાવીશુ. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બીએસપીના ઉમેદવાર હાજી યાકૂબ કુરૈશીએ પણ મોદી પર આપત્તિજનક નિવેદન આપ્યુ છે. યાકૂબે ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી મોટા દુશ્મન, હેવાન અને રાક્ષસ પણ કહી દીધા.

કેન્દ્રીય કૃષિ મંત્રી પવારે રવિવારે પોતાની પાર્ટીના ઉમેદવાર વિજય ભાંબલે માટે ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીમાં મોદી પર હુમલો બોલતા કહ્યુ, 'જેઓ દેશ માટે એક ડગ પણ માંડી શક્યા નથી તેઓ આજે કહી રહ્યા છે કે દેશને કોંગ્રેસથી મુક્ત કરો. શુ જનસંઘ કે આરએસએસનો એક પણ માઈ કા લાલ ક્યારેય જેલમાં ગયો છે ? ક્યારેય તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડાઈ લડી હતી ? શુ તેમણે જીવનમાં કોઈ સંઘર્ષ કર્યો હતો ? શુ તેમણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ?
તેમણે કહ્યુ કે દેશનો ચહેરો બદલવામાં કોંગ્રેસનો ખૂબ મોટો ફાળો છે અને જે લોકોએ દેશને આઝાદ કરાવવા માટે આટલુ યોગદાન આપ્યુ શુ તેમને હવે દેશ મુક્ત કરશે ? શુ મોદીના હિસાબે દેશ તેમનો છે ? ત્યારબાદ એનસીપી સુપ્રીમો પવારે કહ્યુ, 'મોદીનુ મગજ બગડી ગયુ છે. પણ તેમના સાથીઓએ એ વાતની ચિંતા કરવાની જરૂર નથી. ચૂંટણીમાં અમે તેમને હરાવીશુ અને સારા હોસ્પિટલમાં ઈલાજ કરાવીશુ.
2002ના ગુજરાત રમખાણો પર મોદી પર હુમલો બોલતા પવારે કહ્યુ કે અમદાવાદથી 20 કિલોમીટર દૂર ગુલબર્ગ સોસાયટીમાં થયેલ નરસંહારમાં અલ્પસંખ્યક સમૂહના લોકો અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અહસન જાફરીની હત્યા કરવામાં આવી. પણ તેઓ ન તો મોદીના પીડિત પરિવારને મળવા ગાયા કે ન તો મોદીને તેમની ચિંતા છે.

તેમણે કહ્યુ કે દેશ માટે મોદી ખતરનાક છે અને દેશને તેમના હાથમાં ન સોંપવો જોઈએ. પવારે એ પણ કહ્યુ કે બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવારને મહારાષ્ટ્રમાં મૂસળધાર વરસાદથી પ્રભાવિત લોકોની સમસ્યાઓની ચિંતા નથી.
બીજી બાજુ હાજી યાકૂબે મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરતા તેમણે દેશના સૌથી જાલિમ વ્યક્તિ ગણાવ્યા. યાકૂબે કહ્ય કે મોદીએ ગુજરાતમાં લોકોને જીવતા સળગાવ્યા. જ્યારે તેમની આ અસંસદીય ટિપ્પણીને લઈને પ્રશ્ન ઉભો કર્યો તો તેમણે કહ્યુ કે કશુ પણ અસંસદીય નથી. સંસદમાં પણ આવી જ ભાષાનો ઉપયોગ થાય છે.


આ પણ વાંચો :