નરેન્‍દ્ર મોદીને ટેકો નહીં આપુઃ અણ્‍ણા હજારે

વેબ દુનિયા|

P.R
સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અણ્‍ણા હજારેએ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ટેકો આપવાનો સાફ ઇન્‍કાર કર્યો છે. સાથે સાથે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીને પણ ટેકો આપવાનો ઇન્‍કાર કર્યો છે. મમતા બેનર્જી સાથે સંયુક્‍ત પત્રકાર પરિષદમાં અણ્‍ણાએ કહ્યુ હતુકે દેશના હિત માટે જે કાંઈ પણ હશે તે કરશે. અણ્‍ણા હજારેએ ヘમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી હતી અને આગામી સામાન્‍ય ચૂંટણીમાં તેમની પાર્ટીને ટેકો આપવાની પણ વિધિવતરીતે જાહેરાત કરી હતી. અણ્‍ણા હજારેએ કહ્યુ હતુકે મમતા બેનર્જીને તેઓ ટેકો આપે છે કારણ કે સમાજ અને દેશ માટે તેઓ કામ કરી રહ્યા છે. મમતા બેનર્જી એક એવા મુખ્‍યમંત્રી છે જે તમામપ્રકારની લક્‍ઝુરિયસ લાઈફને છોડીને સાદગીથી જીવન જીવી રહ્યા છે.


આ પણ વાંચો :