બિનસાંપ્રદાયિકતા અમારા લોહીમાં છે - મોદીનો ફારુક પર પલટવાર

farooq modi
નવી દિલ્હી :| Last Modified સોમવાર, 28 એપ્રિલ 2014 (15:27 IST)
નરેન્દ્ર મોદીને વોટ આપવા અંગે નેશનલ કૉન્ફરન્સનાં નેતા ફારુક અબ્દુલ્લાનાં વિવાદાસ્પદ નિવેદન પર ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર
નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો. મોદીએ કહ્યુ કે અબ્દુલ્લા પરિવારને કારણે જમ્મૂ-કાશ્મીર બરબાદ થયુ છે.
અબ્દુલ્લા પરિવારે કાશ્મીરની ધરતીને કોમી રંગ આપવાનું કામ કર્યુ. અને ધર્મનાં આધારે કાશ્મીરની ધરતી પરથી પંડિતોને હટાવવામાં આવ્યા. જેના માટે જવાબદાર અબ્દુલ્લા પરિવારની રાજનીતિ છે. મોદીએ કહ્યુ કે બિનસાંપ્રદાયિકતા ભારતવાસીઓનાં લોહી છે. ભારત સમગ્ર વિશ્વને પરિવાર માને છે. અને ભારતમાં સૌથી વધુ જો બિનસાંપ્રદાયિકતાને નુકશાન થયુ હોય તો તે જમ્મૂ-કાશ્મીરમાં થયુ છે. જેના માટે અબ્દુલ્લા પરિવાર જવાબદાર છે. અને કાશ્મીરનાં પંડિતોને કાશ્મીરમાંથી હટાવનારા કયા મોઢે બિનસાંપ્રદાયિકતાની વાત કરે છે.
જ્યારે ભાજપ નેતા અરુણ જેટલીએ કહ્યુ કે ફારુક અબ્દુલ્લા જમ્મૂ-કાશ્મીરમાં સેક્યુલરિઝમની રક્ષા નથી કરી શક્યા. તેમણે જાતે દાલ લેકમાં ડૂબી જવુ જોઇએ.

નોંધનીય છે કે શનિવારે ફારુક અબ્દુલ્લાએ ચૂંટણી સભામાં ભાજપ નેતા ગિરિરાજ સિંહનાં નિવેદન પર ટિપ્પણી કરી અને વિવાદ થયો. ફારુકે કહ્યુ કે જે મોદીને વોટ આપે છે તેમણે સમુદ્રમાં ડૂબી મરવુ જોઇએ.
ફારુકનાં આ નિવેદન પર પલટવાર કરતા જેટલીએ કહ્યુ કે આજનાં સમયમાં સેક્યુલરિઝમની સૌથી વધુ ખરાબ પરિસ્થિતી જમ્મૂ-કાશ્મીરમાં છે. તેમણે તો દાલ લેકમાં ડૂબી મરવુ જોઇએ.


આ પણ વાંચો :