મોદીએ સવારે 8.45 વાગ્યે રાણીપમાં મતદાન કર્યું, બધુ યાદ રાખીને મતદાન કરજો: નરેન્દ્ર મોદી

modi
Last Updated: બુધવાર, 30 એપ્રિલ 2014 (11:45 IST)
લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8.45 વાગ્યે રાણીપ મતદાન મથકે પહોંચ્યા હતા. તેમજ લોકોની ભારે જનમેદની વચ્ચેથી પસાર થઈને મતદાન કર્યું હતું.
રાણીપ મતદાન મથકે વોટિંગ કર્યા પછી નરેન્દ્ર મોદીએ પત્રકારાનો સંબોધતાં જણાવ્યું હતું કે, ચૂંટણી લોકતંત્રનો મહાપર્વ હોય છે. આ મહાપર્વએ બધા નાગરિકોએ ઉત્સાહ અને ઉમંગથી લોકતંત્રને મજબૂત બનાવવાનું હોય છે. હું વિશેષ રૂપે મતદાતાઓનું અભિનંદન કરું છું કે, ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ સંપન્ન થઈ છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે તેમનો આભાર માનું છું. હું ક્ષમા માગું છું કે, ચૂંટણી અભિયાનમાં હું બહુ સમય આપતો હતો, પરંતુ આ સમયે મેં બે દિવસમાં અઢાર કલાક ગુજરાતને આપી શક્યો છું. આથી હું ગુજરાતના મતદારોની માફી માગું છું. મતદાનના આ પૂરા સમયમાં મહત્વપૂર્ણ વિષય એ છે કે, અત્યાર સુધીમાં છ ચરણનું મતદાન થઈ ગયું છે. આજે સાતમાં ચરણનું મતદાન છે. મતદાતાઓના મનને અનુભવ કરતાં જણાવું છું કે, જેને બધે જોવાનો મોકો મળ્યો છે, તો તે નરેન્દ્ર મોદી છે. મેં જનતાના મૂડને જોયો છે. હું પહેલો રિપોર્ટ આપી શકું છું. મા-દિકરાની સરકાર ગઈ. તે બચી નહીં શકે. નવા સરકારના પાયો મતદાતાઓએ નાંખી દીધો છે.આ પણ વાંચો :