વોટ ફોર મોદી મતલબ અંબાણીને વોટ - અરવિંદ કેજરીવાલ

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 18 ફેબ્રુઆરી 2014 (12:37 IST)

P.R
નરેન્દ્ર મોદીને વોટ આપવો મુકેશ અંબાણી માટે વોટિંગ કરવા જેવી વાત છે અને આ વાત એ વોટર્સે સમજવી જોઈએ જે રાહુલ ગાંધીની આગેવાનીવાળી કોંગ્રેસથી મુકિત મેળવવાનું વિચારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે ઈકોનોમિક ટાઈમ્સને આપેલ એક ઈંટરવ્યુમાં આ વાત કરી. તેમણે બિનકોંગ્રેસી/બિન બીજેપી ફ્રેંટને પણ સમર્થન આપવાની શક્યતાથી ઈંકાર કર્યો. તેમણે કહ્યુ કે થર્ડ ફ્રંટ બંને રાષ્ટ્રીય પાર્ટીયોથી ઓછી ભ્રષ્ટ નથી.

ગેસ પ્રાઈસિંગ પર રંગરાજન કમિટીની ભલામણો વિશે તેમણે કહ્યુ કે એવુ લાગે છે કે કિમંત પર વસ્તુઓ પહેલાથી જ નક્કી હતી. જો કે તેમણે એ વાતનો જવાબ આપવાની ના પાડી કે શુ તેમણે રંગરાજનની નીયત પર શક છે. કેજરીવાલે કહ્યુ કે તેઓ કોઈ ખાસ વ્યક્તિ વિશે વાત કરવા નથી માંગતા. કેજરીવાલે લોકસભા ચૂંટણીને લઈને પોતાની પર્ટીની સ્ટ્રેટેજી સાથે પણ સહમતિ બતાવી. તેમણે કહ્યુ કે 300-350 સીટો લડવી એ કોઈ મોટો મુદ્દો નથી. જેવી કે આપના નેતા કહી રહ્યા છે. 'આપ' નું ટારગેટ સીટોની સંખ્યા નથી. પણ એ જોવાનુ છે કે કે પાર્ટી કેટલા ભ્રષ્ટ/અપરાધી/વંશવાદ સાથે જોડાયેલ કૈડિડેટ્સને હરાવી શકે છે.
એવુ પૂછતા કે શુ રિલાયંસ ઈંડસ્ટ્રીઝના માલિક વિરુદ્ધ તેમનુ અભિયાન મોદીને રાજનીતિક રૂપે નિશાન બનાવવાનું હતુ. કેજરીવાલે કહ્યુ કે બીજેપી અને કોંગ્રેસ બંને અંબાણીના ચેહરા છે. તેમણે કહ્યુ, જો મોદી સત્તામાં આવશે તો મુકેશ અંબાણી ઠીક એ જ રીતે ભારતને 5 વર્ષ ચલાવશે જે રીતે તેમણે યૂપીએની સરકારને 10 વર્ષ સુધી ચલાવી. આપ નો સામાન્ય લોકો માટે આ જ સંદેશ છે.
આપની લોકસભા સ્ટ્રેટેજી વિશે કેજરીવાલે કહ્યુ કે તેઓ ભલે લોકસભા ચૂંટણી લડે કે ન લડે, પણ સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદીના ચૂંટણી ક્ષેત્રમાં તેમના વિરુદ્ધ પ્રચાર તો જરૂર કરશે. તેમના મુજબ અત્યાર સુધી આપની સ્ટ્રેટેજી ખોટી રહી છે. તેમણે કહ્યુ 'અમે વધુ સીટો પર ફોકસ કરવાને બદલે ભ્રષ્ટ લોકોને સંસદની બહાર મુકવા પર ધ્યાન આપવું પડશે. આપની પાસે લોકસભા ચૂંટણી લડવા માટે પૂરતો ફંડ નથી અને અમે ક્યારેય પણ પૂરતા સંસાધન નહી એકત્ર કરી શકીએ. અમે આ માટે લોકો પર નિર્ભર રહીશુ. જેવુ કે અમે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કર્યુ.


આ પણ વાંચો :