બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 1 નવેમ્બર 2017 (11:45 IST)

ભાજપના 46 ધારાસભ્યોનું પત્તુ કપાશે, અમિત શાહે લિસ્ટ તૈયાર કર્યું

ભાજપના સ્ટાર પ્રચારક મોદીની ગેરહાજરીમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીનો જંગ મુશ્કેલ બની રહ્યો છે. કેન્દ્રની સત્તામાં મોદી અને ભાજપ સંગઠનમાં અમિત શાહની જોડી બન્યા બાદ ગુજરાતની ચૂંટણી બંને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. આ જ કારણોસર અમિત શાહે પ્રદેશ ભાજપ પર નિર્ભર રહેવાને બદલે જાતે ગુજરાતની કમાન સંભાળી લીધી છે.

અમિત શાહે 21 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન જિલ્લા સ્તરે તહેનાત ત્રણ-ત્રણ પ્રભારીઓ સાથે તથા જિલ્લાના અન્ય નેતાઓ સાથે મસલત કરીને ઉમેદવારો અંગે ફીડબેક મેળવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફીડબેકના આધારે અમિત શાહે 116 ધારાસભ્યોમાંથી 46 ધારાસભ્યોની યાદી તૈયાર કરી છે જેમની ટિકિટ કપાઈ શકે છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય ચાલુ સપ્તાહે અમદાવાદમાં મળનારી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં લેવાશે.