શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 15 નવેમ્બર 2017 (11:38 IST)

89 બેઠકો માટે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોનાં ફોર્મ ભરાયાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ પ્રથમ તબક્કાની બેઠકોમાં ત્રણ ફોર્મ ભરતાં ચૂંટણીના શ્રીગણેશ થયાં હતાં. ૮૯ બેઠકો માટે ફોર્મ ભરવાના પહેલા દિવસે ભૂજ, તળાજા, ભાવનગર ઔપશ્ચિમ એમ કુલ ત્રણ બેઠકો ઉપર ત્રણ અપક્ષોએ ઉમેદવારી કરી છે. ચાલુ સપ્તાહના રવિવારને સિવાય આગામી સપ્તાહે ૨૧મી નવેમ્બરને મંગળવાર સુધી પહેલા તબક્કાની ૮૯ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.

યાત્રા, જનસંપર્કના મોટા કેમ્પઈન બાદ ભાજપ-કોંગ્રેસ હવે ઉમેદવારો નક્કી કરવા બેઠકો કરી રહ્યા છે ત્યારે કઈ બેઠક પરથી કોને ટિકિટ મળશે તેને લઈને સામાન્ય નાગરિકોમાં પણ ઉત્સુકતા છે. કોંગ્રેસ અને ભાજપ બને રાજકિય પક્ષો આગામી ત્રણેક દિવસમાં પોતાના ઉમેદવારોની નામની જાહેરાત કરી શકે તેમ છે. ત્યારબાદ છેલ્લા બે દિવસ સોમવાર અને મંગળવારે સૌથી વધુ ઉમેદવારી ફોર્મનો ફ્લો આવી શકે તેમ હોવાનું જણાવતા ચૂંટણી પંચના સત્તાવાર સુત્રોએ કહ્યુ કે, બીજા તબક્કામાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો માટે આગામી સપ્તાહના આરંભે ૨૦મી નવેમ્બરને સોમવારે જાહેરનામુ પ્રસિધ્ધ થશે.  હજુ આગામી દિવસોમાં અનેક મુરતિયા ફોર્મ ભરશે અને ચૂંટણીમાં ઝંપલાવશે. જો કે, આમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો પણ ફાટી નીકળશે.