સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 14 નવેમ્બર 2017 (11:44 IST)

આજથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાની 89 બેઠકોના ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ

ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે મંગળવારે જાહેર થશે. એ સાથે જ ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ પણ થઇ જશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 21મી નવેમ્બર છે. આથી મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા 16મીએ તેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરાશે.પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની ચૂંટણી યોજાવાની નથી. એ સિવાયનાં બાકીના ૧૯ જિલ્ લાઓમાં કુલ ૮૯ બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે.

જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૃચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાનું મતદાન ૯મી ડિસેમ્બરના શનિવારનાં રોજ થવાનું છે. ગુજરાતનાં મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ આવતીકાલથી ગાંધીનગરમાં એક કંટ્રોલ રૃમ પણ ઉભો કરાઇ રહ્યો છે. જે ૩૦ નવેમ્બર સુધી ચાલશે. સવારે ૧૦.૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ચૂંટણી સંબંધિત ફરિયાદ અને રજૂઆતો સ્વીકારાશે. જયારે બીજો કંટ્રોલ રૃમ ૧લી ડિસેમ્બરથી શરૃ થશે. જે ૧૮ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. જેનો સમય સવારના ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધીનો રહેશે. આ નિયંત્રણ કક્ષનો ફોન નંબર 079 23258586 અને 079 23258587 રહેશે. આ બંને કંટ્રોલ રૃમો રજાનાં દિવસે પણ ચાલુ રહેશે. ગાંધીનગર ખાતેનાં સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ, બ્લોક નંબર-૬, બીજે માળે, સચિવાલય ખાતે રૃબરૃમાં પણ ફરિયાદ આપી શકાશે. બીજા તબક્કાનું જાહેરનામું ૨૦ નવેમ્બરથી બહાર પડશે.