સોમવાર, 29 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (12:54 IST)

ગુજરાતના લોકો શુ ઈચ્છે છે .. ભાજપા કે બદલાવ ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિરંતરતા અને પરિવર્તનની વચ્ચેની એક જંગ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી સતત 22 વર્ષના શાસન કર્યા પછી નિરંતરતાની જીત પર આશા લગાવી બેસી છે. જ્યારે કે કોંગ્રેસ પાર્ટી અને તેમના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દરેક રેલીમાં વોટરોને પરિવર્તન તરફ લોભાવવાની કોશિશ કરી રહી છે.. 
 
આ પરિવાર્તનની અપીલમં તેમનો સાથ અપી રહેલ ચૂંટ્ણીમાં તેમના ભાગીદાર અને પાટીદાર આંદોલનના નેતૃત્વ કરનારા 24 વર્ષીય યુવા નેતા હાર્દિક પટેલ.. અને બીજા યુવા નેતા જિગ્નેશ મેવાણી પણ પરિવર્તનના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે. 
 
જીત નિરંતરતાની થશે કે પરિવર્તનની આ  નિર્ભર કરે છે ગુજરાતની જનતાના મૂડ પર.. કૈફેમાં બેસેલા સામાન્ય લોકો સાથે વાત કરો કે દુકાનો અને બજારોમાં બેસેલા લોકોને તમે પૂછો તો પણ આ પરિણામ પર તમે નથી પહોંચી શકતા કે આ વખતે કોણ જીતશે.. 
 
થોડી ઘણી સહમતિ જો છે તો ફક્ત આ વાત પર કે મુકાબલો પહેલા કરતા આ વખતે સખત છે.. 
 
મુસ્લિમ વસ્તીવાળા ચૂંટણી ક્ષેત્ર જમાલપુરના ધારાસભ્ય ભૂષણ ભટ્ટ મુજબ ગુજરાતની જંતા વર્તમાન સરકારથી સંતુષ્ટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા સરકારથી લોકો ખુશ છે. સંતુષ્ટ છે તો ફેરફાર નથી ઈચ્છતા.. 
 
સરકાર વિરોધી વિચાર રાખનારા પણ દરેક સ્થાને મળી જશે.. પણ શક્ય છે કે સરકારથી નાખુશ રહેવા છતા તેઓ વોટ ભાજપાને જ આપે .. તેમની પાર્ટી અને પ્રધાનમંત્રીના સમર્થકોના તર્ક છે કે વિકાસથી વધુ લોકોને મોદી પર વિશ્વાસ છે. 
 
બદલાવના લક્ષણ 
 
સામાજીક કાર્યકર્તા સૂફી અનવર શેખ.. હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીની રેલીઓને બદલાવની એક નિશાની માની રહ્યા છે.  તેઓ પણ ફેસબુક લાઈવ પર હાર્દિક પટેલની રેલી નિહાળે છે. 
 
તેઓ કહે છે કે જુઓ એક લાખ લોકો છે આ રેલીમાં મોદીજીની રેલીઓથી અનેક ઘણા વધુ લોકો આવી રહ્યા છે હાર્દિકની રેલીમા.. 
 
તેમનો દાવો છે કે ગુજરાત સમાજ પરિવર્તનના રસ્તે છે. તેમના મુજબ તેનુ એક મોટુ કારણ.. જે હિન્દુત્વ દ્વારા તેમણે આખા હિન્દુસ્તાન પર કબજો કરી લીધો તેમા (ગુજરાત)એવુ થતુ હતુ કે બધી કમ્યુનિટી એક બાજુ અને મુસલમાન એક બાજુ.. આ વખતે પણ ધ્રુવીકરણ થયુ છે. પણ ભાજપા એક બાજુ અને બીજી બધી કમ્યુનિટી બીજી બાજુ.. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિકટ રહી ચુકેલા એસ કે મોદી હાલ રિટાયરમેંટનુ જીવન ગાળી રહ્યા છે પણ રાજકરણ પર હજુ પણ તેમની સૂક્ષ્મ નજર છે અને તેઓ સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. 
 
તેમનુ માનવુ છે કે હાર્દિક પટેલની રેલીયોમાં વધુ ભીડનો મતલબ એ નથી કે તે બધા તેને વોટ આપશે.. ગુજરાતની જનતા મોદીનો સાથ નહી છોડે કારણ કે લોકો તેમનાથી ખુશ છે. 
 
તેઓ કહે છે કે ગુજરાતના લોકો નિરંતરતા માટે જ વોટ આપી રહ્યા છે બની શકે કે કેટલાક લોકો સંતુષ્ટ ન  હોય.. કેટલાક લોકોના મનમાં અસંતોષ હોય તેનાથી ઈંનકાર નથી કરી શકતો કારણ કે જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે લોકોના અરમાન પણ વધી રહ્યા છે. 
 
લોકો સાથે વાત કરીને એવો પણ અહેસાસ થાય છે કે મોદી પર લોકોનો વિશ્વાસ હજુ તૂટ્યો નથી.   દુકાનદાર નરેન્દ્ર પટેલ કહે છે કે મીડિયાવાળા કહે છે કે મોદી અને ભાજપા સરકારથી ખેડૂતો દુખી છે દલિત દુખી છે અને પાટીદાર પણ દુખી છે તેમ છતા વોટ મોદીના નામ પર નાખવામાં આવ્યા અને 14 ડિસેમ્બરના રોજ પણ નાખવામાં આવશે. 
 
બીજી બાજુ સૂફી અનવર મુજબ ભાજપાના વિકાસની સ્ટોરીની હકીકત બહાર આવી ગઈ છે અને લોકો ખાસ કરીને યુવા તેમનાથી નારાજ છે.. તેઓ કહે છે ભાજપા એ જ ભૂલ કરી રહી છે જે આ પહેલા કોંગ્રેસ સરકારે કરી હતી. કોંગ્રેસની સરકારથી લોકો કંટાળ્યા હતા. મોદી અને શાહ જેવા નેતા એક નવા પ્રકારની રાજનીતી લઈને આવ્યા જેને કોંગ્રેસ ન સમજી શકી.  હવે હાર્દિક અને જિગ્નેશ નવી રાજનીતિ લઈને આવ્યા છે જેને ભાજપા નથી સમજી રહી.. આ ભાજપના દાવાથી વિપરિત છે. 
 
સત્તારૂઢ ભાજપાએ ગુજરાતમાં ખુદને માટે કુલ 182 સીટોમાંથી 150 સીટોનુ લક્ષ્ય રાખ્યુ છે. અગાઉ તેમને 115 સીટો મળી હતી સરકાર બનાવવા માટે 92 સીટોની જરૂર છે. કોંગ્રેસને અગાઉ 61 સીટો મળી હતી.. 
 
પાર્ટીના અનેક ધારાસભ્યોને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી મોદીએ જો તેમના ક્ષેત્રમાં રેલી કરી તો તેમની જીત પાકી છે. તેમણે મોદીની રેલીઓમાં ઘટતી સંખ્યાથી દેખીતી રૂપે ડર બિલકુલ ન અથી. તેમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા પરિવર્તન નથી ઈચ્છતી.. તેમના મુજબ લોકો હાલ જે સરકાર છે તેમા કોઈ ફેરફાર ઈચ્છતા નથી.