ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (11:48 IST)

મહેસાણામાંથી મહિલાઓ પાછળ દોડતા ભાજપના નેતા પૂરુષોત્તમ રૂપાલાને ભાગવું પડ્યું,

ગુજરાતમાં ચૂંટણીનો બીજો તબક્કો પણ પાટીદાર નેતા હાર્દિક પટેલના હાથમાં સરકી રહ્યો છે. તેમણે ઉત્તર ગુજરાતના 15 બેઠકો પરથી ભાજપના તમામ ધારાસભ્યોને હાંકી કાઢવાની રેલીમાં ગઈ કાલે કરેલી હાકલ બાદ આજે મહેસાણા અને વિસનગરમાંથી ભાજપના પાટીદાર નેતા પરસોત્તમ રુપાલાએ ભાગવું પડયું છે. રેલવે સર્કલ પાસે તેમની પાછળ વેલણ અને થાળી લઈને 200 જેટલી મહિલાઓ દોડી હતી.

મહિલાઓ પાછળ દોડતા રુપાલાએ ભાગવું પડયું હતું તેમાં તેમની પર પથ્થરમારો પણ થયો હતો. પ્રથમ તબક્કાના મતદાન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાજપે ગુમાવી દીધા બાદ હવે બીજો તબક્કો પણ હાથમાંથી સરકી રહ્યો છે. ઉત્તર ગુજરાતની 28 બેઠકો પર લોકોનો રોષ ફેલાયેલો જોઈને હવે તેમાંથી બચવું ભાજપ માટે મુશ્કેલ જણાય રહ્યું છે.