શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: અમદાવાદ. , મંગળવાર, 28 નવેમ્બર 2017 (14:47 IST)

મરી પણ ગયો તો પણ જીત મારી જ થશે.. હાર્દિક પટેલ

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસન હાથ પકડીને ભાજપા માટે થોડી મુશ્કેલી તો ઉભી કરી દીધી છે. જે રીતે તેમણે ટ્વિટ કર્યુ છે તેને જોઈને લાગે છે કે તેઓ પોતાની જીત અને રાજનીતિક ભવિષ્યને લઈને શંકામાં છે. 
 
હાર્દિકે એક ટ્વીટ કરીને કહ્યુ કે હુ આજની આ ક્રાંતિનો અભિમન્યુ છુ. ઘેરાઈને મરી પણ જઉ તો પણ્ણ મારી જીત થશે. હુ ક્યારેય આંદોલનમાંથી જુદો નથી થઈ શકતો.. 
 
પટેલના આ ટ્વીટના જવાબમાં સતેન્દ્ર શર્મા નામના વ્યક્તિએ લખ્યુ કે ચા વેચીશ પણ દેશ નહી.. મોદીજીના ભાષણની આ એક સિંગલ લાઈન ગુજરાતમાં કોંગ્રેસના તાબૂતમાં એક ખીલી ઠોકવા માટે પુરતો છે. સ્વાતિ નામની ટ્વિટર હેંડલ પરથી લખવામાં આવ્યુ છે કે તમારી લાઈન સુધારો. તમે અભિમન્યુ નથી રાખી સાવંત છો.. બદનામ થશો તો શુ.... નામ તો થશે.. 
 
એક અન્ય ટ્વિટમાં હાર્દિકે લખ્યુ કે ગાયની હત્યાનો કોઈને અધિકાર નથી. ગાયની હત્યાના નામ પર કોઈનો જીવ લેવો પણ પાપ છે. જેને ગાયની હત્યા કરી છે તેને જેલમાં નાખો અને જેને ગાયના નામ પર કોઈ બીજાની હત્યા કરી છે તેને પણ.. 

ભાજપા અને આરએસએસ પર નિશાન સાધતા હાર્દિકે કહ્યુ કે નાગપુર અને સત્તામાં બેસેલા લોકો કહી રહ્યા છે કે 50 ટકાથી વધુ અનામત નથી આપી શકાતુ. જ્યારે કે સંવિધાનમાં આવુ ક્યાય નથી લખ્યુ. 

હાર્દિક અંગે ગુજરાતની જનતા અને વિશેષ કરીને પાટીદારો શુ વિચારે છે એ ખબર નથી પણ ભારતના લોકો હાર્દિકથી ખૂબ નારાજ છે.. એનો અહેસાસ તો હાર્દિકના આ ટ્વિટ પર આવેલા રીટ્વીટ પરથી જ જાણી શકાય છે.