શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: બુધવાર, 9 નવેમ્બર 2022 (11:14 IST)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022- ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠકથી ચૂંટણી લડશેઃ કેજરીવાલે ટ્વિટ કર્યું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ત્યારે હવે ગુજરાતની ચૂંટણીના મેદાનમાં એક પછી એક ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં વિવિધ રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા સક્રિય બની ગયા છે. ગુજરાતમાં ભાજપ હજુ પણ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવવામાં લાગી છે. જો કે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સુરતમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશે.