રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 નવેમ્બર 2022 (17:48 IST)

આવતીકાલે PM મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો, શહેરની એકસાથે તમામ બેઠકો કવર થઇ જશે

modi
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 ચરણોમાં થવાની છે જેના ફેઝ 1નું મતદાન આવતી કાલે એટલે કે 1 ડિસેમ્બરનાં રોજ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે. તો મતદાનની વચ્ચે  PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે. આવતી કાલે પીએમ નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શોમાં બપોરે 3 વાગ્યે જોડાશે. શહેરની તમામ બેઠક કવર થાય એ રીતે  પીએમનો રોડ શો રૂટ નક્કી કરાયો છે.


1 અને 2 ડિસેમ્બરે PM મોદી ગુજરાતનાં પ્રવાસે પધારવાનાં છે. આવતીકાલે અમદાવાદમાં બીજા તબક્કા માટે કરશે ચૂંટણીનાં પ્રચાર માટે ભવ્ય રોડ શો કરશે. બપોરે 3 વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે  અને  ચાંદખેડા સુધી ચાલશે. અમદાવાદમાં રોડ શો સિવાય 1 ડિસેમ્બરનાં રોજ કાલોલમાં PM મોદી સભા કરશે. આ ઉપરાંત હિંમતનગરમાં અને છોટાઉદેપુરમાં ચૂંટણી પ્રચાર કરશે તો PM મોદી ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે. 
 
આ છે રેલીનો રૂટ
બપોરે 3 વાગ્યે આ રોડ શો નરોડાથી શરૂ થશે  અને  ચાંદખેડા સુધી ચાલશે.  નરોડા ગામ- બેઠક -નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા- જીવરાજપાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી - ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા