ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 9 નવેમ્બર 2022 (14:52 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ટીકિટ કપાઈ

vijay rupani nitin patel
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચારેય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે. ગઈકાલે 50 વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

ભાજપમાંથી વિજય રૂપાણી અને નીતિન પટેલની ટિકિટ કપાઈ છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિધાનસભા રેસમાંથી બહાર થઈ ગયાં છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભાજપના નેતા બી. એલ. સંતોષ પણ ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે ભાજપ કોર કમિટીની બેઠકમાં  ફેરફાર કરાયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોર કમિટીમાં સ્થાન અપાયું છે. આર.સી.ફળદુ, ભૂપેન્દ્રસિંહ સહિત છ સભ્યો ઉમેરાયા છે. એક બાજુ બે સિનિયર મંત્રીઓના ખાતામાં ઓચિંતો ફેરફાર કરાયો છે ત્યારે બીજી તરફ, ભાજપ કોર કમિટીમાં યે ફેરફાર કરાયો છે.અત્યાર સુધી આ કોર કમિટીમાં 12 સભ્યો હતા પણ વધુ છ સભ્યોને સ્થાન અપાયું છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પૂર્વ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરનો સમાવેશ થાય છે.