શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (10:20 IST)

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં તોડફોડ, બજરંગ સેનાના કાર્યકરોએ બેનર-હોર્ડિંગ્સ ફાડ્યા

ગુજરાતમાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીને લઈ હવે રાજનીતિમાં વધારે ગરમી પ્રસરી છે. રાજેન્દ્ર પાલ ગૌતમના કથિત રીતે વિવાદિત વીડિયોને લઈને ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. મંત્રીના નિવેદનને લઈને સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર બજરંગ સેના નામના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ તોડફોડ કરી અને પૂતળું પણ બાળ્યું હતું.

હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ આપના કાર્યાલય પર તો ગુસ્સો કાઢ્યો જ આ સાથે લિંબાયત વિધાનસભા વિસ્તારમાં જાહેર કરાયેલા AAPના ઉમેદવાર પંકજ તાયડેના પોસ્ટર પણ ફાડી નખાયા. આ તોડફોડ બાદ AAPના કાર્યકર્તાઓએ સમગ્ર મામલે કહ્યું કે ભાજપ ભલે આનો વિરોધ કરી રહી હોય પરંતુ ચૂંટણીમાં તેને ફાયદો નહીં થાય. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંસ સેન્ટરમાં સ્થિત વોર્ડ નંબર 26માં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર સોમવારે ભગવા વસ્ત્ર ધારી બજરંગ સેના નામના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ ઘુસીને તોડફોડ કરી હતી અને પાર્ટીના બેનર-હોર્ડિંગ ફાડી નાખ્યા હતા. જે સમયે બજરંગ સેનાના કાર્યકર્તા ત્યાં પહોંચ્યા તે સમયે કાર્યાલયની દેખરેખ કરનારા આપના કાર્યકર્તા લલિત અગ્રવાલ પણ ત્યાં હાજર હતા. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓનું રૌદ્ર રૂપ સીસીટીવીમાં જોઈને તેઓ કાર્યાલયમાંથી બહાર નીકળી ગયા હતા. આ બાદ કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી.