ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (18:07 IST)

ગુજરાત: જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના 14 ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ, માર્શલો બહાર કાઢ્યા

jignesh mevani
ગુજરાત વિધાનસભામાં અશોભનીય આચરણ કરવાની સાથે નિર્દલીય ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કાંગ્રેસના 14 ધારાસભ્યોને એક દિવસ માટે નિલંબિત કરી દીધું. મીડિયા રિપોર્ટસના મુજબ બધા 15 ધારાસભ્યોને માર્શલોની મદદથી સદનની બહાર કાઢી નાખ્યો. મળતી માહિતી મુજબ વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ નેતા પ્રતિપક્ષ સુખરામ રાઠવાએ આંદોલનકારી સરકારી કર્મચારી, ખેડૂતો, આંગનવાણી કાર્યકર્તા અને પૂર્વ સૈનિકથી સંકળાયેલ મુદ્દા પર અડધા કલાકની ખાસ ચર્ચાની માંગણી કરી જેને સ્પીકર નીમાબેન આચાર્યએ નકારવામા આવ્યું. 
 
ધારાસભ્યો તેમની સીટ પર પરત જવાની ના પાડી, સ્પીકરએ કર્યો નિલંબિત 
જીગ્નેશ મેવાણી કાંગ્રેસ ધારાસભ્યોની નારેબાજી અને તખ્તી લહેરાવતા, સ્પીકરે તમામ ધારાસભ્યોને તેમની સીટ પર પરત જવા માટે કહ્યુ પણ ધારાસભ્યોએ તેમની સીટ પર જવાની ના પાડી દીધી. તે પછી સંસદીય કાર્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ ધારાસભ્યોને નિલંબિત કરવાનો પ્રસ્તાવ રાખ્ય્ જે બહુમનતની સાથે ધ્વનિ મતથી પાસ થઈ ગયો. મીડિયા રિપોર્ટ મુજબ તે પછી આ ધારાસભ્યોને માર્શલોએ સદનથી બહાર કાઢયુ.