લેખાનુદાનનો પટારો (1)

કૃષિ માટે 1207.42 કરોડની જોગવાઇ

ગાંધીનગર| વેબ દુનિયા|
નાણામંત્રી વજુભાઇ વાળાએ આજે રજુ કરેલ ચાર મહિના માટેના લેખાનુદાનમાં આમ જનતા સહિત ઉદ્યોગોને નિરાશ કર્યા છે આમ છતા તેમાં રહેલી ની મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે.

* કૃષિ અને સહકાર ક્ષેત્રે આગામી વર્ષ 2009-10માં રૂ. 1207.42 કરોડની જોગવાઈ કરેલ છે.
* આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી અભિગમ માટે તેમજ ઊત્પાદન ખર્ચ ઘટે તેવી ખેતી પદ્ધતિના વિકાસ અર્થે રૂ. 413.60 કરોડની જોગવાઈ કરેલ છે.
* જમીન અને જળ સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ યોજનાઓ અંગેની રૂ. 249.25 કરોડની જોગવાઈ કરેલ છે.
* પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રો અપગ્રેડ કરવા રૂ. 196.69 કરોડની જોગવાઈ કરેલ છે.* ગરીબી રેખા નીચે જીવતા ખેડૂતોને કિસાન કીટનું વિતરણ કરવા રૂ. 20 કરોડનું આયોજન કરેલ છે.
* પાક વિમા યોજના હેઠળ રૂ. 238 કરોડની જોગવાઈ કરેલ છે.
* જિલ્લા મધ્યસ્થ સહકારી બક અને રાજય સહકારી બકોને મજબુત કરવા રૂ. 8 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* પશુપાલન ખાતાની પ્રચાર-પ્રસાર અને આરોગ્ય સેવાઓ લક્ષી પ્રવૃત્તિ માટે રૂ. 9.56 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.* કૃષિ બજાર વ્યવસ્થાને સુદ્રઢ કરવા રૂ. 10.65 કરોડની જોગવાઈ કરેલ છે.
* જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન મિશન હેઠળ રૂ. 951.67 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* નગરપાલિકાઓની માળખાકીય સુવિધાઓ માટે વાજપાઈ નગર વિકાસ યોજના હેઠળ રૂ. 306 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* શહેરી વિસ્તારોના ઘન કચરાના નિકાલ માટે રૂ. 1.3 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.* ઈ ગ્રામ-વિશ્વ ગ્રામના અભિયાન હેઠળ રૂ. પ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ને સહાયકી માટે રૂ 50.80 કરોડ અને શેરમૂડી ફાળા માટે રૂ. 37.20 કરોડની જોગવાઈ કરેલ છે.
* શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝૂંપડ પટ્ટીમાં વિજળીકરણ માટે 1,1૦,૦૦૦ જોડાણો આપવા માટે રૂ. 42 કરોડની જોગવાઈ કરેલ છે.* પ્રાથમિક શાળાઓને કોમ્પ્યુટરથી સજજ કરવા માટે રૂ. 25.06 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

* વિદ્યા સહાયક યોજના હેઠળ 93000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરેલ છે અને હવે આગામી વર્ષમાં વધુ 3000 વિદ્યા સહાયકોની ભરતી કરવાનું આયોજન કરેલ છે.
* સ્થળાંતરીત મજુરો માટેનું શહેર ઝૂંપડપટ્ટીઓમાં 10 મોબાઈલ આંગણવાડી કેન્દ્રો અને એક મોબાઈલ આંગણવાડી અગરીયાઓ માટે શરૂ કરવામાં આવેલ છે.
લેખાનુંદાન પટારો (2)

લેખાનુદાન પટારો (3)


આ પણ વાંચો :