ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Modified: મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (14:11 IST)

કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં

gujrat garba
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં 2 
 
તું જો પધાર સજી સોળ રે શણગાર,
આવી મારે તું દ્વાર, કરજે પવન પગથાર
દીપશે દરબાર,રેલશે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
 
ચાચરના ચોક ચગ્યા,દીવડીયા જ્યોતે ઝગ્યા,
મનડાં હારોહાર ભળ્યા રે….
માડી તારા આવવાના એંધાણ થયાં 2
 
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં 2 
 
 
મા તું તેજનો અંબર,મા તું ગુણ નો ભંડાર,
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર,
ભાવુ ભાવનાનો સાર,દયા દાખવી દાતાર,
કૃપા કરજે અમ રંક ઉપર થોડી લગાર,
 
સુરજના તેજ તપ્યા,ચંદ્ર-કિરણ હૈયે વસ્યા,
તારલિયા ટમટમ્યા રે….
તારલિયા ટમ ટમ્યાં રે
માડી તારા આવવાના એંધાણા થયાં 2 
 
કુમકુમના પગલાં પડ્યાં,માડીના હેત ઢળ્યાં,
જોવા લોક ટોળે મળ્યાં રે,
માડી તારા આવવાના એંધાણ કળ્યા…
તું જો પધાર સજી સોળ રે શણગાર,
આવી મારે રે દ્વાર થશે પવન પગથાર,
દીપશે દરબાર,રેલશે રંગની રસધાર,
ગરબો ગોળગોળ ઘૂમતો ઘૂમતો થાશે સાકાર,
ચાચરના ચોક ચગ્યા,દીવડીયા જ્યોતે ઝગ્યા,
મનડાં હારોહાર ભળ્યા રે….માડી તારા….
મા તું તેજનો અંબર,મા તું ગુણ નો ભંડાર,
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર,
ભાવુ ભાવનાનો સાર,દયા દાખવી દાતાર,
કૃપા કરજે અમ રંક ઉપર થોડી લગાર,
સુરજના તેજ તપ્યા,ચંદ્ર-કિરણ હૈયે વસ્યા,
તારલિયા ટમટમ્યા રે….માંડી તારા…