રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated : ગુરુવાર, 21 સપ્ટેમ્બર 2017 (18:35 IST)

#Sanedo સનેડો સનેડો ભૈ…..ભૈ…..સનેડો લાલ લાલ સનેડો

સનેડો સનેડો ભૈ…..ભૈ…..સનેડો લાલ લાલ સનેડો
હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,
હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

અલ્યા લાલી કરી પાઉડર કરી
સોડી બજારમાં જાય
ભલે ભાઈ ભાઈ ભલે
આડાઅવળાં ફાંફાં મારતી
હે કોઈને ઘાયલ કરતી જાય….લાલ સનેડો
હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,
હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

કાચી કરે આંખે લટકે
પાકી લોકો ખાય
પરણેલા બધા મોજું કરે
હે અલ્યા વાંઢા બગાહા ખાય…લાલ સનેડો
હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,
હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

હાંજ પડે ને દી આથમે
ભેંસો ખીલે બંધાય
વાંઢા મારા જુવાનિયા મેળામાં મોજું કરે
હે અલ્યા પરણેલા પસ્તાય….લાલ સનેડો
હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,
હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

 તમે તમારા વીડિયો અમને મોકલી પણ શકો છો https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg/videos
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર