શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 25 મે 2021 (20:04 IST)

ચહેરાના ઓપન પોર્સથી છો પરેશાન તો તમારા કામ આવશે આ બ્યૂટી ટીપ્સ

ચહેરાની દેખભાલ ન કરવાથી સ્કિન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. તેમાં ઓપન પોર્સ એક સામાન્ય પરેશાની છે. હકીકતમાં ત્વચા પર પિંપલ્સ અને એક્ને થવાના કારણ પોર્સ ખુલવા લાગે છે. તેથી ચહેરા પર 
બ્લેકહેડસ અને વ્હાઈટહેડસ પણ થાય છે. તેનાથી લુક અને સુંદરતા બગડે છે. તેથી જો તમે પણ તેનાથી પરેશાન છો તો કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ 
 
ટિપ્સ વિશે 
ઈંડા 
આરોગ્યની સાથે-સાથે સુંદરતા નિખારવામાં ઈંડા ફાયદાકારી હોય છે. તે ઓપન પોર્સ ભરીને ત્વચાને સાફ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. સાથે જ સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. 
 
આ રીતે કરવુ ઉપયોગ 
તેના માટે એક વાટકીમાં ઈંડાનો સફેદ ભાગ, 2 નાની ચમચી ઓટમીલ પાઉડર, 2 નાની ચમચી  રસ મિક્સ કરો. તેને સર્કુલર મોશનમાં મસાજ કરતા ચહેરા પર લગાડો. પછી તેને 30 મિનિટ સુધી લગાવી રહેવા 
 
દો. પછી તાજા પાણીથી ચહેરો ધોઈને ચહેરો સુકાવી લો. તેનાથી ઓપન પોર્સની પરેશાની દૂર થઈ ચહેરા સાફ અને ગ્લોઈંગ નજર આવશે. સારું પરિણામ મેળવવા માટે આ પેકને અઠવાડિયામાં 2 વાર લગાવો. 
 
એલોવેરા જેલ 
સ્કિન હોય કે વાળ બન્ને માટે એલોવેરા ખૂબ ફાયદાકારી ગણાય છે. તેમાં એંટી ઑક્સીડેંટસ, એંટી એજિંગ ગુણ હોય છે. તેને ચહેરા પર લગાવવાથી ઓપન પોર્સની સમસ્યા દૂર થઈને સ્કિન અંદરથી પોષિત હોય છે. 
 
ચહેરાના ડાઘ, ખીલ, કાળા ઘેરા, કરચલીઓ દૂર થઈને સ્કિન ગ્લો કરે છે. 
 
આ રીતે કરવુ ઉપયોગ 
તેના માટે એ મોટી ચમચી એલોવેરા જેલ લો પછી તેમાં 4-5 મિનિટ ચહેરાની સર્કુલર મોશનમાં મસાજ કરવું. તેને 10 મિનિટ સુધી લગાવી રહેવા દો. પછી તાજા પાણીથી ચહેરો ધોઈને ચહેરો સુકાવી લો. તેનાથી 
 
ઓપન પોર્સની પરેશાની દૂર થઈ ને સ્કિન અંદરથી પોષિત હોય છે. ચહેરાના ડાઘ, ખીલ, કાળા ઘેરા, કરચલીઓ દૂર થઈને સ્કિન ગ્લો કરે છે.