ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (16:06 IST)

Hair Care Tips : સ્કૈલ્પની ખંજવાળથી મુક્તિ મેળવવા માટે ફોલો કરો આ સહેલી ટિપ્સ

વાળને ક્લીજિંગ શેમ્પૂથી ધુવો - સ્કૈલ્પમાં ખંજવાળની બળતરાથી બચવા માટે ક્લીજિંગ શૈમ્પૂનો ઉપયોગ લાભકારી સાબિત થઈ શકે છે. ક્લીજિંગ શેમ્પુથી સ્કૈલ્પના તૈલીયપન ઓછુ થશે. જે સ્કૈલ્પમાં ખંજવાળનુ એક કારણ છે. આ ઉપરાંત શુષ્કતાને કારણે પણ ખંજવાળ થાય છે જે વધુ હાર્શ શેમ્પૂનો ઉપયોગ કરવાથી પણ થાય છે. તેથી એક સારી ક્વાલિટીના શેમ્પૂનો ઉપયોગ કરો. 
 
તમારા વાળ અને સ્કૈલ્પને મોઈસ્ચરાઈઝ કરો - સ્કૈલ્પ પર ઓછી ખંજવાળ મહેસૂસ કરવા માટે વાળ અને સ્કૈલ્પને મોઈસ્ચરાઈઝ રાખવા જરૂરી છે. આવામાં વાળ અને સ્કૈલ્પ માટે મોઈસ્ચરાઈજિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરો. તેનાથી તમારા વાળને હેલ્ધી લુક પણ મળશે.  તમે એક સારા તેલ, સારા શેમ્પૂ અને કંડીશનર વગેરેનો ઉપયોગ કરીને તમારા વાળને હાઈડ્રેટ રાખી શકો છો. 
 
પ્રાકૃતિક હેયર માસ્ક - સ્કૈલ્પની ખંજવાળથી છુટકારો મેળવવા માટે પ્રાકૃતિક હેયર માસ્કનો ઉપયોગ કરવો એક સારી રીત છે. તમે હોમમેડ હેયર માસ્કનો ઉપયોગ કરી શકો છો. જો ખંજવાળ શાત કરવી છે તો આ માસ્ક ખૂબ સારુ કામ કરે છે અને તમારા વાળને જરૂરી પોષક તત્વ પણ પ્રદાન કરે છે. 
 
સ્કેલ્પ પર આલ્કોહોલ આધારિત પ્રોડક્ટથી બચો - આલ્કોહોલ આધારિત પ્રોડક્ટસનો ઉપયોગ સ્કૈલ્પ પર નથી કરવો જોઈએ કારણ કે આ ત્વચા પર ખંજવાળ, પરતદાર અને શુષ્કતા વધારી દે છે. આલ્કોહોલ યુક્ત જૈલ, હેયરસ્પ્રે અને અન્ય પ્રોડક્ટસનો ઉપયોગ કરવાથી બચો.