રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (10:33 IST)

કયાં મેકઅપ પ્રોડ્ક્ટ માટે કયુ Brush યોગ્ય? અહીંથી લો આખી જાણકારી

છોકરીઓને હમેશા આ વાતની ટેંશન હોય છે આખરે તે કેવો લુક અજમાવીએ જેનાથી તે સૌથી જુદી લાગે. મેકઅપ કરવો અને શીખવુ આટલુ પણ સરળ નથી. થોડી પણ ભૂલ આખા ચેહરાને બગાડી શકે છે. 
મેકઅપ ખાસ રૂપ  કરીને કંસીલર, ફાઉંડેશન, બ્લશ વગેરે વસ્તુઓ ઉપયોગ કરાય છે. સાથે જ તેને લગાવવા માટે જુદા-જુદા બ્રશનો ઉપયોગ કરાય છે. હવે ક્યાં મેકઅપ પ્રોડક્ટસને અપ્લાઈ કરવા માટે કયુ બ્રશ 
બન્યુ છે આ વાતની જાણકારી આજે તમને આ આર્ટિકલમાં આપીશ. 
 
Foundation Brush 
ચેહરા પર ફાઉંડેશનને યોગ્ય રીતે અપ્લાઈ કરવા માટે આ બ્રશનો ઉપયોગ કરાય છે. જો તમે લિક્વિડ મેકઅપ કરતા સમયે હાથ કે પછી સ્પંજનો ઉપયોગ કરો છો તો આવુ ન કરો. તેની તેની જગ્યા તમે ફાઉંડેશન 
 
બ્રશનો ઉપયોગ કરો. આ ફાઉંડેશનને ચેહરા પર સારી રીતે બ્લેંડ કરે છે જેનાથી સ્મૂદ લુક મળે છે. 
Contouring Brush 
ચેહરાને શેપ આપવા માટે કૉંટૂરિંગ બ્રશનો ઉપયોગ કરાય છે. આ બ્રશ ગોળાકાર અને પ્વાઈંટ એજ ઓય છે. મહિલાઓ હમેશા મેકઅપના સમયે જૉલાઈન, નાકને શેપ આપવા માટે આ બ્રશનો ઉપયોગ કરે છે. 
  
Concealer Brush 
કંસીલરનો ઉપયોહ મહિલાઓ ચેહરાના ડાઘને છુપાવવા માટે કરે છે. તેના માટે તમે કંસીલર બ્રશનો ઉપયોગ કરો. આ નાનો અને ઓછો પહોળો હોય છે. આ બ્રશના આગળનો ભાગ થોડુ અણીદાર હોય છે. 
 
Blush Brush 
બ્લશના વગર મેકઅપ અધૂરો છે. બ્લશના બ્રશ રાઉંડ શેપમાં હોય છે. જે પિગ્મેંટેંશનને છુપાવવાનો કામ કરે છે. આમ તો મહિલાઓ ઘણા બીજા બ્રશથી બ્લશને અપ્લાઈ કરે છે. પણ બ્લ્શ માટે બનેલા બ્રશનો જ 
 
ઉપયોગ કરવું. 
 
Powder Brush 
મેકઅપને સેટ કરવા માટે તમે લૂજ પાઉડર અપ્લાઈ કરો છો જેના માટે પાઉડર બ્રશનો ઉપયોગ કરાય છે. આ બ્રશ જોવામાં ફલ્ફી અને ડોમ્ડ શેપનો હોય છે. 
 
Eyeshadow Brush 
આઈશેડો બ્રશ ખૂબ નાનો હોય છે. આ બ્રશને આ રીતે ડિજાઈન કરાયુ છે જેથી તે આંખોના ઉપર સારી રીતે આઈ  મેકઅપને સેટ કરીએ. ક્રીજ પર શેડો લગાવવા માટે ક્રીજ બ્રશ અને આંખની લિડસ પર શેડો માટે 
લિડ બ્રશનો ઉપયોગ કરાય છે. તેમજ આઈશેડોને ફાઈન ટચ આપવા માટે બ્લેંડિંગ બ્રશનો ઉપયોગ કરાય છે. 
 
Highlight Brush 
ફેનની રીતે જોવાતા અને પાતળા બ્રિસલ્સ વાળા આ બ્રશને ચીક બોંસને હાઈલાઈટ કરવા માટે ઉપયોગ કરાય છે. તમે ઈચ્છો તો આ બ્રશની મદદથી ક્યૂપિડ અને નાકને બ્રિજને પણ હાઈલાઈટ કરી શકે છે.