ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 નવેમ્બર 2018 (15:51 IST)

જો તમારુ ક્રેડિટ કાર્ડ બિલ વધુ આવી રહ્યુ છે તો શુ કરશો.. જાણો 5 ખાસ વાતો..

યુવાઓમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન અને લોકલ માર્કેટમાંથી સામાના ખરીદવાની પ્રથા દિવસો દિવસ વધતી જઈ રહી છે. ક્રેડિટ કાર્ડથી ખરીદી પર મળનારા બંપર ડિસ્કાઉંટ અને રિવોર્ડ પોઈંટ દરેક કોઈને સહેલાઈથી આકર્ષિત કરી લે છે. આવામાં અનેકવાર વ્યક્તિ જરૂરિયાતથી વધુ સામાન ખરીદી લે છે અને તેનુ બિલ ખૂબ વધી જાય છે. આ સ્થિતિમાં તેને કેટલીક વાતો પર વિશેષ રૂપથી ધ્યાન આપવુ જોઈએ. 
 
સમય પર કરો બિલની ચુકવણી - ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો થંબ રૂલ તો એ છે કે સમય પર તેના બિલની ચુકવણી કરી દો. પુરી ચુકવણી ન કરવાની સ્થિતિમાં વધુમાં વધુ ચુકવણી કરો. તેનાથી તમે જલ્દી જ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી લેશો. જો તમે આવુ કરવામાં નિષ્ફળ રહ્યા તો તમારી પર મોટી પેનલ્ટી લાગી શકે છે. 
 
મિનિમમ ડ્યુની ચુકવણી જરૂર કરો. - જો તમે ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી નથી કરી શકતા તો ઓછામાં ઓછુ મિનિમમ ડ્યુની ચુકવણી જરૂર કરી દો. જો કે મિનિમમ ડ્યુની ચુકવણી કરવા પર પણ તમને ફાઈનેશિયલ ચાર્જેસની ચુકવણી કરવી પડશે  પણ તે બિલની ચુકવણી ન કરવાની અપેક્ષાથી ઓછી હશે. 
 
સંયમથી કામ લો.. યોગ્ય પ્લાનિંગ કરો - ક્રેડિટ કાર્ડ બિલ ખૂબ વધુ હોય તો તમે ગભરાશો નહી. સંયમથી કામ લો. યોગ્ય પ્લાનિંગ સાથે કામ કરો. જો તમે લક્ષ્ય નક્કી કરતા યોગ્ય રીતે ચુકવણી કરો છો તો જલ્દી જ આ સમ્સ્યામાંથી મુક્તિ મેળવી લેશો. 
 
મોંઘી વસ્તુ ખરીદવા પર તેની EMI કરાવી લો. - જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈ મોંઘી વસ્તુ ખરીદી છે તો તરત જ તેની ઈએમઆઈ કરાવી લો. ત્યારબાદ ઈએમઆઈની ચુકવણી સમય પર કરો. તેનાથી તમારી ચુકવણી પણ થઈ જશે અને વધુ વ્યાજ અને ચાર્જિસથી પણ મુક્તિ મળી જશે. 
 
સેટલમેંટ ન કરો - બિલની ચુકવણી કરો. - કહેવત છે કે જેટલી ચાદર હોય એટલાજ પગ ફેલાવવા જોઈએ. પણ કોઈ કારણવશ જો બિલ વધુ થઈ પણ ગયુ તો કોઈપણ હાલતમાં બિલનુ સેટલમેંટનો વિચાર ન કરો અને પુરી ચુકવણી કરો. ક્રેડિટ કાર્ડ કંપનીઓ ખૂબ ચાલાક હોય છે. તે પોતાનો પૈસો તો કાઢી જ લે છે અને સેટલમેંટના ચક્કરમાં તમારુ સિવિલ પણ બગાડી નાખે છે.  તેનાથી તમને ભવિષ્યમાં લોન લેવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે.