શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (14:01 IST)

ઓટો એક્સપો 2020 ની ઝલક - ક્યાક બ્લેકમાં વેચાયા પાસ તો ક્યાક દોઢ કલાક સુધી શાહરૂખની જોઈ રાહ

ઈંડિય એક્સપો સેંટર એંડ માર્ટ સ્થિત ઓટો એક્સપો-2020માં બીજા દિવસે ફૈમિલી કાર, કાર્પેટ એસયુવી, ઈ સ્કુટી બાઈક અને ઈલેક્ટ્રિક બસને રજુ કરવામાં આવી. પહેલા દિવસે ફૉક્સવેગન, મર્સિડીઝ વેઝ, હુંડઈ મારૂતિ સુઝુકી વગેરે ઓટોમોબાઈલ કંપનીઓએ સેંડૉન, એસયુવી, હૈચબ્રૈક અને પ્રીમિયમ કારને ઉતારીને ગતિનો રોમાંચ બતાવ્યો.  બીજી બાજુ બીજા દિવસે કંપનીઓએ પારિવારિક કાર, ઈલેક્ટ્રોનિક સ્કુટી વગેરેથી લોકોને લલચાવવાનો પ્રયાસ કર્યો છે તેમા આધુનિક સુવિદ્યાઓની સાથે સુરક્ષિત સફરની ભેટ આપવાનો દાવો કંપનીઓ કરી રહી છે.  
 
એક્સપોની બહાર બ્લેકમાં વેચાયા પાસ 
 
ઓટો એક્સપોની શરૂઆત બુધવારથી થઈ ચુકી છે. પણ પહેલા બે દિવસ મીડિયા અને પાસ દ્વારા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ બે દિવસોની ટિકિટ નહોતી. તેથી બંને દિવસના પાસને બહાર બ્લેકમાં વેચવામાં આવ્યા. આ પાસ 200થી લઈને 700 રૂપિયા સુધી બ્લેકમાં વેચાયા. ઉલ્લેખનીય છે કે એક્સપોમાં પ્રવેશ માટે આ પ્રકારની જ ટિકિટ મળે છે. તેની કિમંત 350, 450 અને  750 રૂપિયા છે.  સોમવારથી શુક્રવાર સુધી 11.30 વાગ્યા પછી એક્સપોમાં જવુ છે  તો તમારે 350 રૂપિયા ખર્ચ કરવા પડશે. બીજી બાજુ આ જ દિવસે તમારે સવારે 11.30 વાગ્યા પહેલા એંટ્રી કરવા માંગો છો તો 450 રૂપિયામાં ટિકિટ ખરીદવી પડશે.  જ્યારે કે શનિવાર અને રવિવારે 750 રૂપિયામાં ટિકિટ ઉપલબ્ધ રહેશે. 
ભીડને જોઈને રાહતનો લીધો શ્વાસ 
 
 
ઑટો એક્સપોમાં ગુરૂવારે ખૂબ ભીડ હતી. જેને જોઈને આયોજકોએ રાહતનો શ્વાસ લીધો છે. આયોજકોને આશ્સા છે કે શુક્રવારે સામાન્ય લોકોનો પ્રવેશ શરૂ થઈ જશે. ત્યારબાદ લાખોની સંખ્યામાં લોકો ઑટો એક્સપો જોવા આવશે. 
દોઢ કલાક સુધી શાહરૂખની રાહ જોઈ 
 
ઑટો એક્સપોમાં ગુરૂવારે હુંડઈના પેવેલિયન પર અભિનેતા શાહરૂખ ખાન પહોંચ્યા.  તેમને જોઈને ભીડ ઉમટી પડી.  પેવેલિયનની બહાર લોકોની ભીડ લાગી રહી.  બીજી બાજુ શાહરૂખ ખાનને  પેવેલિયનની પાછળની તરફથી નીકળવાનુ હતુ.  ત્યા તેની કાર ઉભી હતી.  બીજી બાજુ લગભગ દોઢ કલાક્સુધી લોકોએ પોતાના સુપર સ્ટારની ઝલક જોવા માટે રાહ જોવી પડી. 
 
જામથી ઉભી થશે મુશ્કેલી 
 
પહેલા દિવસે ઓટો એક્સપોમાં ભીડ નહોતી દેખાઈ. આ કારણે બહારના રસ્તા ખાલી રહ્યા. પણ બીજા દિવસે મોટી સંખ્યામાં દર્શક ઑટો એક્સપો જોવા પહોંચ્યા. આ કારણે ગોલ ચક્કર પર જામ લાગી ગયો. 
જો કે અહી પોલીસ બળ અને ટ્રાફિક કર્મચારીઓ હાજર હતા. પણ ત્યારબાદ પણ વાહનોની ગતિ ખૂબ ધીમી રહી. બીજી બાજુ પાર્કિગની પાસે પણ વાહનોની ગતિ મંદ રહી. શુક્રવારે સ્થિતિ વધુ બગડવાની અ અશંકા છે.