રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 2 માર્ચ 2017 (10:32 IST)

હવે 3 ટ્રાંજેક્શન પછી જ આપવો પડશે ચાર્જ, SBI અને HDFC સહિત અનેક બેંકોનો સમાવેશ

ખાનગી ક્ષેત્રની ત્રણ બેંકો પછી હવે સાર્વજનિક ક્ષેત્રની એસબીઆઈ પણ એક મહિનામાં ત્રણવારથી વધુ કેશ ટ્રાંજેક્શન પર સર્વિસ ચાર્જ વસૂલશે. સાથે જ બેંકે નક્કી કર્યુ છે કે તે વ્યવસાયિક પ્રતિનિધિ અને પીઓએસ પાસેથી રોકડ કાઢવા પર નિર્ધારિત સીમા પછી ચાર્જ લેશે. હોમ બ્રાંચના બચત ખાતાના એટીએમમાંથી ગ્રાહક મહિનામાં ત્રણ વાર જે કેશ ટ્રાંજ્કેશન કરશે તે ફ્રી રહેશે. તેનાથી વધુ દરેક ટ્રાંજેક્શન પર 50 રૂપિયા સર્વિસ ચાર્જ લાગશે. 
 
એચડીએફસી બેંકે એક માર્ચથી ચાર વારથી વધુ વાર કેશ કાઢવા પર 150 રૂપિયા સર્વિસ ચાર્જ લેવો શરૂ કરી દીધો છે. એક મહિનામાં એચડીએફસીની હોમ બ્રાંચમાંથી બે લાખ સુધી અને નોન હોમ બ્રાંચમાંથી રોજ 25000 રૂપિયા સુધી કેશ કાઢી શકાય છે. 
 
SBIનો નવો કેશ ટ્રાન્ઝેકશન ચાર્જ
 
જો તમારું સેવિંગ એકાઉન્ટ સ્ટેટ બેન્કમાં હોય તો તમે મહિનામાં ત્રણ વખત જ કેશ ટ્રાન્ઝેશન ફ્રીમાં કરી શકશો. હોમ બ્રાન્ચમાં આનાથી વધુ કેશ ટ્રાન્ઝેકશન કરવા પર તમારે દરેક ટ્રાન્ઝેકશન માટે 50 રૂપિયા વધુ સર્વિસ ચાર્જ આપવો પડશે. એસબીઆઈનો આ નિયમ 1 એપ્રિલ 2017થી લાગૂ થશે.
 
 
HDFC બેન્કે નિયમમાં કર્યા ફેરફાર
એચડીએફસી બેન્ક પોતાના એક સર્કુલરમાં જણાવ્યું છે કે પહેલાં ચાર ટ્રાન્ઝેકશન સુધી જમા-ઉપાડ પર કોઇપણ પ્રકારનો ચાર્જ વસૂલાશે નહીં એટલે કે મફત ટ્રાન્ઝેકશન થશે. ત્યારબાદ દરવખતે જમા-ઉપાડ પર 150 રૂપિયાનો ચાર્જ આપરવો પડશે, જે સર્વિસ ટેક્સ સાથે અંદાજે 173 રૂપિયા થશે. થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેકશન પર દરરોજ 25000 રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરાઇ છે.
 
એક્સિસ બેન્ક
એક્સિસ બેન્ક પહેલાં ચાર ટ્રાન્ઝેકશન કે પછી 10 લાખ રૂપિયા સુધીની રોકડ જમા-ઉપાડ પર કોઇ ચાર્જ વસૂલશે નહીં. ત્યારબાદ દર એક હજારે 5 રૂપિયા વસૂલશે અથવા તો 150 રૂપિયા બેમાંથી જે વધુ હશે તે આપવા પડશે.
 
ICIC બેન્કમાં
હોમ બ્રાન્ચમાં ચારથી વધુ કેશ ટ્રાન્ઝેકશન એટલે કે જમા-ઉપાડ પર ઓછામાં ઓછા 150 રૂપિયા ચાર્જ લાગશે. તદઉપરાંત મહિનાની લિમિટ એક લાખ રૂપિયા સુધીની રાખવામાં આવી છે.