આજથી થનારી બેંકોની હડતાળ ટળી, IBA અને UFBU ની બેઠક પછી નિર્ણય
Bank strike postponed
સોમવારથી શરૂ થનારી ત્રણ દિવસની બેંક હડતાળ મુલતવી રાખવામાં આવી છે. રવિવારે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે થયેલી બેઠક બાદ ત્રણ દિવસની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેંક હડતાળ રદ થતાં રવિવારે પણ બેંકો ખુલ્લી રહી
28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળ હાલ પૂરતી સ્થગિત થતાં રાહત મળી છે. હડતાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયના નિર્દેશ પર 10 વર્ષ બાદ રવિવારે પણ સામાન્ય લોકો માટે બેંકો ખોલવામાં આવી હતી. આ અગાઉ વર્ષ 2016માં નોટબંધી દરમિયાન જૂની ₹૫૦૦ અને ₹1000 ની નોટો બદલવા અને જમા કરાવવા માટે રવિવારે બેંકો ખુલ્લી રાખવામાં આવી હતી. જો આ હડતાળ યોજાઈ હોત તો દેશની 7 મોટી યુનિયનોના 90 %થી વધુ કર્મચારીઓ તેમાં જોડાવાના હતા.
5-ડે વર્કિંગ અંગે સરકારે વચન આપ્યાનો ઇનકાર કર્યો બેંક કર્મચારીઓની હડતાળ પહેલાં જ નાણાં મંત્રાલયના સૂત્રો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારે ક્યારેય પણ બેંકો માટે અઠવાડિયામાં 5 દિવસ કામ (5-Day Working) આપવાનું વચન આપ્યું નહોતું. પગાર વધારા કે સુધારણા અંગેની વાતચીત દરમિયાન પણ આ મુદ્દે ક્યારેય બંને પક્ષો વચ્ચે સહમતી બની નહોતી. સરકારના જણાવ્યા મુજબ, અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની આ માંગણી સંપૂર્ણપણે બેંક કર્મચારી યુનિયનો દ્વારા એકતરફી રીતે રજૂ કરવામાં આવી હતી.
બોનસ (PLI)ના નવા નિયમોને લઈને સરકાર અને યુનિયનો વચ્ચે વિવાદ
અઠવાડિયામાં 5 દિવસ કામની માંગણી ઉપરાંત પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે બોનસ (PLI)ના નિયમોને લઈને પણ સરકાર અને બેંક યુનિયનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સરકારે સ્કેલ-4 અને તેનાથી ઉપરના ઉચ્ચ અધિકારીઓ માટે બોનસના નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો અને બોનસની નીતિ સામે યુનિયનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.