શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (12:37 IST)

કાચા તેલમાં તેજીથી બજારનો મૂડ ખરાબ, સેંસેક્સ 1500 અંકોથી વધુ તૂટ્યો, MCX પર ક્રૂડ ઓઈલમાં અપર સર્કિટ

કાચા તેલમાં ભયંકર તેજી (Crude Oil Price)ને કારને આજે શેયર બજાર (Share market updates)માં ભારે ઘટાડા સાથે ખુલ્યો. અઠવાડિયાના પહેલા દિવસે સેંસેક્સ 1161 અંકોના ઘટાડા સાથે 53172 ના સ્તર પર અને નિફ્ટી 15868 ના સ્તર પર ખુલ્યો. MCX પર કાચા તેલમાં અપર સર્કિટ લાગી ગયુ છે. 21 માર્ચના રોજ ડિલીવરીવાળા કાળા તેલ  MCX પર 772 રૂપિયાની તેજી સાથે 9352 રૂપિયા પર પહોંચી ગયુ. આ  આજનો અપર સર્કિટ છે. 19 એપ્રિલના રોજ ડિલીવરીવાળુ તેલ 751 રૂપિયાની તેજી (8.99%) ની સાથે 9106 રૂપિયાના સ્તર પર પહોચી ગયુ છે. અપર સર્કિટ લાગ્યા બાદ વેપાર થંભી ગયો છે. સવારના 9.25 વાગે અંકોના ઘટાડા સાથે 52819ના સ્તર પર અને નિફ્ટી 413 અંકોના ઘટાડા સાથે 15832ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યુ હતુ. 
 
આ સમય સેંસેક્સના ટોપ-30માં 29 શેયર લાલ  નિશાનમાં અને માત્ર ટાટા સ્ટીલના શેયરમાં તેજી છે. મારૂતિ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એંડ મહિન્દ્રા અને બજાજ ફાયનાંસમાં સૌથી મોટો ઘટાડો છે. આજના આ ઘટાડામાં નિફ્ટી બેંક, ઓટો ઈંડેક્સ, ફાઈનેંશિયલ સર્વિસેજ અને રિયલ્ટીનુ મોટુ યોગદાન છે. આ ઈંડેક્સમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 
 
રૂસના ઓયલ સપ્લાય પર બેનની તૈયારી 
 
કાચા તેલમાં આવેલ આ તેજીના બે મુખ્ય કારણ છે. બજારમાં ઈરાનથી સપ્લાય થનારા કાચા તેલમાં મોડુ થવાની આશંકા વધી ગઈ છે. બીજી બાજુ અમેરિકા, યૂરોપ અને સહયોગી દેશોએ રૂસ (Russia Ukraine crisis)પાસેથી તેલ ન ખરીદવાનુ મન બનાવ્યુ છે. જેને કારણે ડિમાંડના  મુકાબલે સપ્લાય ખૂબ ઓછો રહી ગયો અને કાચા તેલની કિમંત 2008 પછી પોતાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે.  અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને કહ્યુ કે અમેરિકા અને તેના સહયોગીઓ વચ્ચે રૂસ પાસેથી તેલ અને પ્રાકૃતિક ગેસના આયાત પર પ્રતિબંધ લગાવવા વિશે વાતચીત ચાલી રહી છે. 
 
રૂસ દુનિયાનુ બીજુ સૌથી મોટુ પ્રોડ્યુસર 
 
રૂસ આ સમયે દુનિયાનુ બીજુ સૌથી મોટુ ઓયલ પ્રોડ્યુસર છે. તે રોજ  5-6 મિલિયન બૈરલ તેલ એક્સપોર્ટ કરે છે. તેલ નિકાસ પર પ્રતિબંધને કારણે જ તેનો ભાવ 14 વર્ષોથી ઉચ્ચતમ સ્તર પર (130 ડોલર) પહોંચી ગયુ  છે. આ ઉપરાંત OPEC+ દેશ પણ્ણ પ્રોડક્શન વધારવા વિશે વિચારી નથી રહ્યા. જેને કારણે સપ્લાયની સમસ્યા સતત ગંભીર થઈ રહી છે. 
 
અન્ય એશિયાઈ બજારની હાલત  
 
અન્ય એશિયાઈ બજારોમાં હોંગકોંગ, શંઘાઈ અને તોક્યો લાલ નિશાન પર હતા. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય તેલ માનક બ્રેંટ ક્રૂડ 8.84થી વધીને 128.6 ડોલર પ્રતિ બેરલના ભાવ પર પહોંચી ગયુ. શેયર બજારના અસ્થાઈ આંકડા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ શુક્રવારે શુદ્ધ રૂપથી 7631.02 કરોડ રૂપિયાના શેયર વેચ્યા.