સંબંધિત સમાચાર
- રાજકોટનો વિચિત્ર મામલો - પત્ની માનીને જેણે પ્રેમ કર્યો તે નીકળ્યો પુરૂષ, આ રીતે ખુલ્યુ 'પૂનમ' નુ રહસ્ય અને પછી...
- ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને મળશે મોટો વેગ: સરકારના સુનિયોજિત આયોજનથી બદલાશે યાત્રાધામોનો ચહેરો
- રાજકોટ-દિલ્હી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ: ટેક-ઓફ વખતે પક્ષી અથડાતા 124 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
- રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુદરતનું રૌદ્ર સ્વરૂપ: મિનિ ટોર્નેડો જેવી રચનાથી ભયનો માહોલ (Video)
- ચોકલેટની કેબિન ચલાવતા ગીતાબેન મકવાણા બન્યા વડોદરાના મેયર, પતિની ૩૦ વર્ષની વફાદારીની પક્ષે કરી કદર
સીંગતેલના ભાવમાં સતત વધારો, 3 દિવસમાં સીંગતેલના ડબ્બામાં 50નો વધારો
વરસાદી મોસમમાં ભજીયા સહિતની વાનગીઓના શોખીનોને હવે વધુ ખર્ચ કરવો પડશે. છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્ય તેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ. 50 સુધીનો વધારો નોંધાયો છે.
આજે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ. 10નો વધારો થતાં તેનો ભાવ રૂ. 2,710થી વધીને રૂ. 2,760 થયો છે. કપાસીયા તેલમાં છેલ્લા બે દિવસમાં રૂ. 20નો વધારો થતાં તેનો ભાવ રૂ. 2,590થી વધીને રૂ. 2,640 થયો છે. જ્યારે પામોલીન તેલમાં આજે રૂ. 10નો વધારો નોંધાતા તેનો ભાવ રૂ. 2,330થી વધીને રૂ. 2,340 પર પહોંચ્યો છે.
માત્ર સિંગતેલ જ નહીં, કપાસીયા તેલના ભાવમાં પણ છેલ્લા બે દિવસમાં પ્રતિ ડબ્બે 20નો વધારો નોંધાયો છે. હાલ કપાસીયા તેલનો ભાવ 2,590થી વધીને 2,640 પર પહોંચ્યો છે. બીજી તરફ, પામોલીન તેલમાં આજે પ્રતિ ડબ્બે 10નો વધારો થતાં તેનો ભાવ 2,330થી વધીને 2,340 થયો છે.
ખાદ્ય તેલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય પરિવારોના રસોડાના બજેટ પર વધારાનો બોજ પડવાની શક્યતા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કાચા માલની ઉપલબ્ધતા અને બજારની સ્થિતિને આધારે ભાવમાં વધુ વધઘટ જોવા મળી શકે છે.
