1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. Gujarat Crime News

રાજકોટનો વિચિત્ર મામલો - પત્ની માનીને જેણે પ્રેમ કર્યો તે નીકળ્યો પુરૂષ, આ રીતે ખુલ્યુ 'પૂનમ' નુ રહસ્ય અને પછી...

rajkot crime news
rajkot crime news

 
સોશિયલ મીડિયા પર સ્ત્રી બનીને યુવકો સાથે પ્રેમ જાળ ફેલાવનારા રાજકોટના એક વ્યક્તિની નિર્મમ હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.   આરોપીએ તેની કથિત "પત્ની" ને પથ્થર મારીને હત્યા કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટના પીયૂષ કુમાર (20) એ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર "નિશા કુમાર" અને "પૂનમ" નામની પ્રોફાઇલ ધરાવતી યુવતી સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો. બંને એકાઉન્ટ ચંદન કુમાર (ઉર્ફે પૂનમ) નામના વ્યક્તિ દ્વારા સંચાલિત કરવામાં આવતા હતા, જે ખુદને એક આકર્ષક યુવતી તરીકે સોશિયલ મીડિયા પર બતાવી રહ્યો હતો. 

 
અહેવાલ છે કે બંને પહેલા મિત્ર બન્યા, પછી પ્રેમમાં પડ્યા. ત્યારબાદ પીયૂષ પૂનમ સાથે રહેવા લાગ્યો. તેઓએ લગ્નની વિધિપૂર્વક લગ્ન પણ કરી લીધા.   જોકે, પુરૂષમાંથી સ્ત્રી બનેલ પૂનમ શારીરિક સંબંધો ટાળવા માટે ધાર્મિક ઉપવાસનું બહાનું બનાવતી રહી.  જેનો પીયૂષ સંપૂર્ણ વિશ્વાસ કરતો હતો. તે પૂનમને પોતાની પત્ની માનતો હતો અને તેના સેંથામા રોજ  સિંદૂર લગાવતો હતો અને બંને એક સામાન્ય યુગલની જેમ સાથે રહેવા લાગ્યા હતા.  
 

દગો અને હત્યા 

 
પોલીસના જણાવ્યા મુજબ, એક દિવસ પીયૂષે પૂનમને દાઢી કરતા જોઈ લીધી.  આ સમય દરમિયાન તેને ખબર પડી કે તેની "પત્ની" પૂનમ ખરેખર ચંદન કુમાર નામનો પુરુષ હતો. આ ખુલાસાને કારણે બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ. ત્યારબાદ પીયૂષે ચંદનને છોડીને અલગ રહેવાનું નક્કી કર્યું, અને રાજકોટના પડવાલા વિસ્તારમાં એક ફેક્ટરીમાં નોકરી શરૂ કરી.

 
 જોકે, ચંદન કુમારે પીયૂષનો પીછો કરવાનુ છોડ્યુ નહી. . તે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સુધી તેની પાછળ ગયો. અંતે, 21 જૂનના રોજ, પડવાલા સ્થિત એક જ ફેક્ટરીમાં, બંને વચ્ચે ફરી ઉગ્ર દલીલ થઈ. ગુસ્સે ભરાયેલ પીયૂષ ચંદનને રેલ્વે ટ્રેક નજીક એકાંત વિસ્તારમાં લઈ ગયો અને તેના પર મોટા પથ્થરોથી હુમલો કર્યો, જેમાં તેનું  ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ.   
 
ત્યારબાદ આરોપીએ શરીરને મહિલાઓના કપડાંમાં લપેટ્યું, તેને પથ્થરો નીચે છુપાવી દીધું અને રાબેતા મુજબ કામ પર પાછો ફર્યો. 25 જૂનના રોજ, મસ્કત ગેટ રેલ્વે દિવાલ પાસે સડી ગયેલી લાશ મળી આવી.

પોસ્ટમોર્ટમે રહસ્ય ખોલ્યુ 

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ઊંડી ઈજાઓ અને પથ્થરમારા સાથે સંકળાયેલા નિશાનો બહાર આવ્યા બાદ, પોલીસે હત્યાનો કેસ નોંધ્યો. સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન, સોશિયલ મીડિયા ચેટ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે, પિયુષ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. ત્યારબાદ પોલીસે પિયુષને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો.
 
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચંદન કુમાર છેલ્લા ત્રણ વર્ષથી મહિલા બનીને ઘણા યુવાનોનો સંપર્ક કરી રહ્યો હતો. પોલીસ હવે તેના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને પ્રવૃત્તિઓની તપાસ કરી રહી છે.  
About Writer
કલ્યાણી દેશમુખ
Gujarati portal head, Writer.... બધા વાંચો